23 માર્ચના દિવસે શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા આપવામાં આવી હતી. દર વર્ષે જુનાગઢના તળાવ નજીક આવેલા શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે નરસિંહ તળાવના બ્યુટીફિકેશન કામના કારણે શહીદ સ્મારકનો રસ્તો બંધ છે આથી આમ આદમી પાર્ટીએ જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ચોકમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આયોજન કર્યું હતું. સાંજે 6:00 વાગ્યે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અન્ય લોકો સાંજે છ વાગ્યે સ્વામિનારાયણ ચોકમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતોએ આ ચોક અમારી માલિકીનો છે તેમ જણાવી શહિદ દિવસની ઉજવણી પણ કરવા દીધી ન હતી આથી કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ તુષાર સોજીત્રાએ જણાવ્યું હતું કે આ ચોકમાં સ્પેસ કદમી છે જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે આજે સંપ્રદાયના કહેવાતા આગેવાનોએ શહીદ દિવસની ઉજવણી નો કાર્યક્રમ કરવા દીધો નથી સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ લોકોએ કોઈ મંજૂરી વગર ઝંડી અને માઈક મંદિરના રસ્તા ઉપર રાખી દીધા હતા. અમે શહીદોને માનીએ છીએ પરંતુ આવી રીતે કાર્યક્રમ કેમ હોઈ શકે એવો સવાલ કર્યો હતો

