સુરતની લાજપોર જેલમાાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. મોબાઈલની સાથે નશાકારક પદાર્થો મળી આવ્યા છે. ડીજીપીએ કહ્યું કે માહિતી મળી છે કે કેટલીક જગ્યાએથી મોબાઈલ મળી આવ્યા છે, હજુ પણ આ કામ ચાલુ છે. અમારી પોલીસની સાથે સ્નિફર ડોગ પણ આ તપાસમાં સામેલ છે અને આ કામનું સંપૂર્ણ રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અમે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમમાં તેનું જીવંત પ્રસારણ પણ જોઈ શકાય તેવી વ્યવસ્થા હાથ ધરાઈ હતી.
લાજપોર જેલમાંથી 10 મોબાઈલ ફોન કેટલાક બેરેક માંથી ગાંજો ચરસ મળી આવ્યા હતા. લાજપોર જેલમાંથી પ્રતિબંધીત વસ્તુઓ મળી આવતા તેને લઈને પણ અનેક સવાલો છે. પોલીસ આવતા જ કેદીઓએ તોડફોડ કરી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ હતી. 10 મોબાઈલ, ગાંજો, ચરસ મળી આવતા જેલમાં આ કઈ રીતે અને ક્યાંથી મળી આવ્યું તેને લઈને પણ સવાલો ઉભા થયા છે.
અત્યારે વિવિધ જેલોમાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે શરીર પર પહેરેલા કેમેરા સાથે જેલમાં દરોડા પોલીસ કર્મીઓ દ્વારા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓ પણ આ મામલે નિરીક્ષણ કરી રહ્યા છે. ગુજરાતની 17 જેલોમાં આખી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. જેમાં સુરત લાજપોરમાં આ પ્રકારની પ્રતિબંધિત ચીજ વસ્તુઓ સામે આવી હતી. અત્યાર સુધીમાં પોલીસને એક-બે જેલમાં મોબાઈલ ફોન મળ્યા છે.