બેટી બચાવો બેટી પઢાઓની વાત હવે માત્ર બોલવામાં સારી લાગે છે કારણ કે હવે તો ઘરમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અંકલેશ્વર પંથકના એક ગામમાં નરાધમની બે પત્નીના મૃત્યુ બાદ નરાધમએ પોતાની હવસ પોતાની જ માસુમ દીકરી ઉપર સંતોષતા ભોગ બનનાર પીળી થાય આખરે પોતાની બહેનને જાણ કરી સગા બાપ સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી છે
સગીરાએ બહેનને જાણ કરતા ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં ભોગ બનનારની બહેને સગા બાપ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે હું પોતે પહેલી માતાની સંતાન છું અને મારા પિતાએ બીજી નવસારીની મહિલાને પત્ની તરીકે રાખી હતી અને મારા લગ્ન પહેલા મારી પ્રથમ માતાનું 2012માં અવસાન થયું હતું જે મારી જનેતા હતી મારી બીજી માતાને ત્રણ સંતાનો છે અને બીજી માતાનું પણ વર્ષ 2020માં નિધન થયું હતું અને ત્યારથી હું મારા પિતાને ત્યાં આવતી ન હતી પરંતુ મારી બીજી માતાના સંતાનમાં એક 14 વર્ષની મારી સાવકી બહેન હતી અને તેણીએ તેના ભાઈને સમગ્ર ઘટનાની જાણ કરી હતી કે બહેન ઉપર તેના પિતા એક વર્ષથી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી તેને મારી નાખવાની ધમકી આપે છે અને ફરિયાદીને તેની બહેને ફોન ઉપર વાત કરી તેને ઘરે બોલાવી હતી અને પીડિતા બહેને પોતાની મોટી બહેનને સમગ્ર ઘટનાની જાણ કરી હતી
નરાધમ બાપને ઝડપવા પોલીસે ચક્રગતિમાન કર્યાં
જોકે બબ્બે પત્નીથી પત્ની વિહોણો પતિ કે જે 4 સંતાનો પિતા પોતાની બંને પત્નીના મૃત્યુ બાદ પોતાની હવસ પોતાની જ માસુમ 14 વર્ષની દીકરી ઉપર છેલ્લા એક વર્ષથી સંતોષી રહ્યો હોય તેવી ઘટના સામે આવતા ભોગ બનનારે પણ પોતાની બહેનના સહકારથી આખરે પોલીસના પગથિયા ચડવા પડ્યા અને પીડીતાએ પણ છેલ્લા એક વર્ષથી તેનો સગો બાપ તેની ઉપર શરીર સંબંધ બાંધી તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય તેવા આક્ષેપમાં ફરિયાદી બહેને પણ સરપંચ સહિત લોકોને સાથે રાખી પોલીસ મથકમાં પોતાના સગા બાપ સામે બળાત્કાર અને પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ નરાધમ પિતાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
મારો બાપ અંકલેશ્વર પંથકના એક ગામમાં નરાધમની બે પત્નીના મૃત્યુ બાદ નરાધમએ પોતાની હવસ પોતાની જ માસુમ દીકરી ઉપર સંતોષતા ભોગ બનનાર પીળી થાય આખરે પોતાની બહેનને જાણ કરી સગા બાપ સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી છેબીજી પત્નીને પણ લગ્ન કર્યા વિના લાવ્યો હોવાના ફરિયાદમાં બહેનના આક્ષેપ
આ શખ્સ પોતાની પત્નીને છોડી બીજી મહિલાને લગ્ન કર્યા વિના જ ઘરમાં લાવી પત્ની તરીકે રાખતો હતો અને બીજી પત્નીના પણ ત્રણ સંતાનો હતા. પ્રથમ પત્નીના મૃત્યુ બાદ બીજી પત્નીના પણ નિધન થતા હવસખોર પત્ની વિહોણાએ આખરે પોતાની જ માસુમ દિકરી ઉપર દાનત બગાડી હોય તેવી ઘટના સામે આવી છે.