પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજીત મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામચંદ્રની દિવ્ય શોભાયાત્રા રામનવમીના પાવન દિવસે કાઢવામાં આવેલ હતી જેમાં હજારો ધર્મપ્રેમી ભાઈઓ – બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા. આ વખતેની શોભયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શ્રી રામની પાલખી હતી. આ પાલખીમાં અયોધ્યામાં નિર્માણદિન પ્રભુ શ્રી રામના મંદિરની આબેહુબ ઝલક બતાવામાં આવેલ હતી. આ પાલખીને તૈયાર કરવામાં પાલખી સમીતી ૧૦૦ થી વધારે બજરંગીઓ બે મહિના સુધી અગાથ પરિશ્રમ કરી પાલખી તૈયાર કરવામાં આવેલ હતી. રામનવમી ની શોભાયાત્રામાં આરંભ થી અંત સુધી શોભાયાત્રા ના રૂટ પર પાલખી નું ગુલાબની પાંદડીઓથી સ્વાગત કરીને હજારો ભક્તજનોએ પ્રભુ શ્રી રામની પાલખીના દર્શન કરીને ધન્ય બની ગયેલ આ વખતની શોભાયાત્રા માં શોભાયાત્રા ના રૂટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા ડી.જે. ખાણી પીણી ના સ્ટોલ, ચા-પાણી ના સ્ટોલ, પ્રસાદ ના સ્ટોલ અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઉભા કરીને શોભાયાત્રા માં સામેલ સર્વે નગરજનો ને પ્રસાદી આપવામાં આવેલ.
બે કિલોમીટર જેટલી લાંબી શોભાયાત્રા માં અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિવિધ દેવી દેવતાઓના ફ્લોટ્સ બનાવીને શોભાયાત્રામાં સામેલ થયેલ સાથે સાથે આ વખત ની શોભાયાત્રામાં રેકર્ડબુક ૨૮૦ થી પણ વધુ નાના બાળકોએ અલગ અલગ ભગવાનો દેવી દેવતાઓની વેશભુષા ધારણની શોભાયાત્રા માં ઉત્સાહભેર ભાગ લીધેલ ભાગ લેનાર દરેક બાળકોને મનન હોસ્પિટલ રાજકોટ ના ડો. નિતીનલાલ સાહેબ દ્વારા ભાગ લેનાર દરેક બાળકોને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. આ શોભાયાત્રા ને સફળતાપુર્વક પૂર્ણ કરવાની જવાબદારી બજરંગ દળ ના ૩૦૦ થી પણ વધુ કાર્યકર્તાઓ કેસરી કલર ની દોરીવારા આઈ કાર્ડ, સાફા તેમજ બજરંગ દળનો બેલ્ટ પહેરીને સતત ૧૬ કલાક સુધી ખડેપગે રહીને શોભાયાત્રાની સુરક્ષા ની જવાબદારી નિષ્ઠા થી નિભાવેલ હતી.
આ વખતની શોભાયાત્રા માં સામેલ થવા જોવા માનવ મહેરામણ ઉમટી પડેલ છેલ્લા બે મહિનાથી વિા હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શોભાયાત્રા ને સફળ બનાવવા દરેક કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરી રહ્યા હતા તે સર્વે કારકર્તાઓનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.
આ શોભાયાત્રા માં સામેલ સમસ્ત હિન્દુ સમાજ ના વિવિધ જ્ઞાતિજનોનું, સામાજીક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પોરબંદર- છાંયા નગરપાલિકા, પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ સ્ટાફ, સાધુ-સંતો, મહંતો, ધુનમંડળો, ગરબી મંડળો, ગણેશ મંડળો, વિવિધ સંસ્થાઓ, વેપારી સંગઠનો, સર્વે પ્રેસમીડિયા, ન્યુઝ ચેનલો તેમજ દરેક નગરજનોનું પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરે છે, અને ભવિષ્યમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ઉજવવામાં આવતા કાર્યક્રમો માં પણ આપ સર્વે સંપૂર્ણ સહકાર આપશો તેવી અપેક્ષાઓ સાથે સર્વે હિન્દુ ધર્મપ્રેમી જનતા નો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો