લૉકડાઉન બાદ પાસપોર્ટ કઢાવવાની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને વિદેશ જતા વિદ્યાર્થીઓ ઉપરાંત વિદેશ ફરવાથી લઈને અનેક બિઝનેસ સહીતના કામો માટે લોકોને પાસપોર્ટની જરુર પડતી હોય છે. ત્યારે મોટી સંખ્યામાં રાજ્યમાં પાસપોર્ટ કેન્દ્રો પરથી લોકો પાસપોર્ટ કઢાવે છે. તેમાં પણ છેલ્લા 21 મહિનામાં 12.19 લાખ પાસપોર્ટ ઈસ્યૂ થયા છે. રાજ્યમાં 5 પાસપોર્ટ સેવા કેન્દ્રો છે અને 23 પાસપોર્ટ ઓફિસ છે ત્યારે મોટી સંખ્યામાં પાસપોર્ટ ઈસ્યૂ થઈ રહ્યા છે. પાસપોર્ટ માટેની દર મહિને 70 હજાર અરજીઓ અંદાજે આવી રહી છે.
પાસપોર્ટ ઈસ્યૂમાં ગુજરાત છઠ્ઠા નંબરે
ગુજરાતમાં મોટી સંખ્યામાં પાસપોર્ટ ઈસ્યૂ થઈ રહ્યા છે. ગુજરાત આ મામલે રાજ્યમાં 6ઠ્ઠા ક્રમે છે. સૌ પ્રથમ ક્રમે કેરલા આવે છે. કેરલામાં ગુજરાતની સરખામણીએ 23.67 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. બીજા નંબર મહારાષ્ટ્રમાં 19.86 લાખ ત્રીજા નંબર ઉત્તર પ્રદેશમાં 17.40 લાખથી વધુ તેજજ તમિલનાડુમાં 16.69 લાખ તેમજ પાંચમાં નંબરે પંજાબમાં 15.13 લાખ પાસપોર્ટ ઈસ્યૂ આટલા સમયમાં થયા છે જ્યારે ગુજરાતમાં 12 લાખ 19 હજાર 914 પાસપોર્ટ ઈસ્યૂ થયા છે.
અમદાવાદ મળી આટલી અરજીઓ
ગુજરાતમાંથી મોટી સંખ્યામાં અરજીઓ પાસપોર્ટને લઈને મળી રહી છે જેમાં સૌથી વધુ અરજીઓ સૂરત અને અમદાવાદમાંથી મળી રહી છે. અમદાવાદ પ્રાદેશિક કચેરીને દર મહિને અંદાજે 54 હજારથી વધુ પાસપોર્ટ અરજીઓ મળે છે. આ સિવાય અમદાવાદ શહેરની કચેરીઓમાં 22 હજાર અરજીઓ આવી છે આજ રીતે 30 દિવસમાં એટલે કે, એક મહિનામાં 70 હજાર જેટલી અરજીઓ મળી રહી છે. અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસમાં 4 પાસપોર્ટ સેવા કેન્દ્રો અને 19 પોસ્ટ ઑફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો છે
સુરતમાં પણ મોટી સંખ્યામાં મળી રહી છે અરજીઓ
આ ઉપરાંત રાજ્યમાં વિવિધ પાસપોર્ટ સેવા કેન્દ્રો અમદાવાદ, સુરત અને રાજકોટ સહીત ચાલી રહ્યા છે. તેમાં પણ સુરતમાં જે અરજીઓ આવી રહી છે તેમાં બે સેન્ટરો પૈકી, સુરત પ્રાદેશિકમાં 17415 તેમજ સુરત શહેરમાં 14800થી પણ વધુ અરજીઓ મળી છે. એક જ મહિનામાં સરેરાશ આ અરજીઓ મળી રહી છે. સુરત પ્રાદેશિક કાર્યાલયમાં એક પાસપોર્ટ કેન્દ્ર અને ચાર પોસ્ટ ઑફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો છે.