જામનગરના ધારાસભ્ય અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડોદરામાં લેઉઆ પટેલ સમાજ છાત્રાલયના ખાત મુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, વહીવટી ક્ષેત્રમાં પાટીદાર સમાજનું પ્રમાણ ઘણું ઓછું શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પાટીદારો ઘણા આગળ છે. પરંતુ વહીવટી વિસ્તારમાં પાટીદાર સમાજનું પ્રમાણ ઘણું ઓછું છે.
વર્ગ 1-2 જેવી મુખ્ય વહીવટી જગ્યાઓ અથવા IAS, IPSમાં કોઈ પાટીદાર નથી. વહીવટી ક્ષેત્રમાં ટોચની જગ્યાઓ પર પાટીદારો ઓછા છે. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના યુવાનોને વહીવટી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર પહોંચાડવા માટે પ્રશિક્ષણ વર્ગોથી માંડીને આર્થિક સહાય સુધીની સુવિધાઓ આપવા માટે સમાજ આગળ આવે તે જરૂરી છે.
ભલે આપણે આર્થિક રીતે સુખી હોઈએ પણ વહીવટ એ લોકો કરે છે. ઉચ્ચવહીવટી મુદ્દાઓ પર પાટીદારોના પ્રતિનિધિત્વ મુદ્દે રાઘવજી પટેલે આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમણે એમ પણ કહ્યું કે, ક્લાસ 1 અને ટૂ જેવી વહીવટી ચાવીરુપ જગ્યાઓ છે. તેમાં પણ આપણું પ્રમાણ વસતી ઘોરણમાં પાછળ છે. તેમ તેમણે આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. .