ડમી વિદ્યાર્થીઓને લઈને યુવરાજસિંહે મોટો દાવો કરતા કહ્યું કે, પરીક્ષામાં ગેરરીતિમાં એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. તેમ મોટો ઘટસ્ફોટ કર્યો છે. લોકો ડમી ઉમેદવારોના આધારે ખોટા દસ્તાવેજોના આધારે નોકરી મેળવવા લાગ્યા છે. ડમી વિદ્યાર્થીઓ નકલી આધાર કાર્ડ બનાવીને પરીક્ષામાં બેસે છે. આ ડમી વિદ્યાર્થીઓ સિસ્ટમનો ભાગ બની ગયા છે.
યુવરાજસિંહ જાડેજાએ વધુ પરીક્ષા આપેલા ઉમેદવારો પર આક્ષેપ લગાવ્યો છે. નકલી માર્કશીટ, ડમી ઉમેદવારો પરીક્ષાઓમાં બેસતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાનગર આસપાસના પંથકમાં આ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ડમી વિદ્યાઓ બેસાડીને ગેરરીતી કરવામાં આવી રહી છે. તેમ આક્ષેપ લગાવતા પ્રેસ મીડિયા સમક્ષ યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું.
વિદ્યાર્થી નેતાનો આક્ષેપ છે કે, નકલી માર્કશીટ તેમજ નકલી ઉમેદવારો બેસાડવામાં આવે છે અને પરીક્ષાઓ પાસ કરી દેવામાં આવી રહી છે. ખૂબ મોટાપાયે ગેરરીતીનો આરોપ વિદ્યાર્થી નેતા દ્વારા લગાડવામાં આવ્યો છે. અમુક ઉમેદવારો ગેરરિતી કરીને માર્કશીટ બનાવીને નોકરી મેળવી રહ્યા છે. નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનો પણ વિદ્યાર્થી નેતાઓ આક્ષેપ લગાવ્યો છે.
વર્ગ 3ના કેટલાક ઉમેદવારોનું ક્રોસ ચેકિંગ કરવા માગ
આ સાથે યુવરાજસિંહ જાડેજાએ કેટલાક ઉમેદવારો કે જેમણે વર્ગ 3ની પરીક્ષા આપી છે તેમના નામ સાથે તપાસ કરવામાં આવે તેમ પણ કહ્યું હતું. 2016 પછીના તમામ ઉમેદવારોની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોના ક્રોસ ચેક કરવા માટે પણ તંત્રને વિનંતી કરતા કહ્યું હતું.
યુવરાજસિંહે કહ્યું કે, કોઈ પણ પરીક્ષામાં ગેરરીતી અલગ રીતે થાય છે. પરીક્ષા આપનાર અને નોકરી લેનાર બીજા હોય છે. આ સાથે આક્ષેપ એ પણ લગાવ્યો હતો કે, આ પ્રકારના ઉમેદવારો ઘણા છે. આ સાથે ભરતી બોર્ડને લઈને પણ કહ્યું કે, આવનાર પરીક્ષામાં આ બાબતની ગેરરીતનું ધ્યાન રાખે તેવી વિનંતી પણ કરી હતી.
આ વિસ્તારમાં કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ
યુવરાજસિંહે મોટો આક્ષેપ લગાવતા એ પણ કહ્યું હતું કે, ભાવનગર, તળાજા, શહોર સહીતના વિસ્તારોમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડવાનું કૌભાંડ ચાલે છે. ચોક્કસ વિસ્તાર અને ચોક્કસ સમાજ જોડાયેલા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. નકલી માર્કશીટો આ પ્રકારની ધ્યાને આવી છે.