યુપી માફિયા અતીક અહેમદની બેરેકમાં પહોંચી પોલીસની ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું. થોડા દિવસો પહેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સાબરમતી જેલનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા તમામ મોટી 17 જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું ત્યારે આ દરમિયાન કેદીઓ અને ગુનેગારો અને તેમના બેરેકની ચકાસમી કરવામાં આવી હતી.
બોડી-વર્ન કેમેરાથી સજ્જ ટીમો અમદાવાદમાં સાબરમતી જેલમાં બંધ યુપી માફિયા અતીક અહેમદની બેરેકમાં પહોંચી હતી. આ પછી સમગ્ર બેરેકની તલાશી લેવામાં આવી હતી. આ સ્પેશિયલ ઓપરેશનમાં અતીક અહેમદની પણ તલાશી લેવામાં આવી હતી.
બેરેકની તલાશી દરમિયાન અતીક અહેમદના આંસુ બહાર આવ્યા
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદને આવા ઓપરેશનની અપેક્ષા પણ નહોતી. રાત્રે અચાનક સર્ચ ઓપરેશનમાં તેને જગાડવામાં આવ્યો હતો અને પછી તેના બેરેકની તપાસ કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે, બેરેકની તલાશી દરમિયાન અતીક અહેમદના આંસુ બહાર આવ્યા હતા. અન્ય ગુનેગારોની પણ આવી જ હાલત હતી.
2019માં અમદાવાની જેલમાં મોકલાયો
માફિયા અતીક અહેમદને સાબરમતી જેલની હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. જૂન 2019 માં, સુપ્રીમ કોર્ટના આદેશ પર, તેને ઉત્તર પ્રદેશથી અમદાવાદની હાઇ સિક્યોરિટી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. 12 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કેસ બાદ અતીક અહેમદ ફરીથી યુપી પોલીસના રડાર પર છે. રાત્રે સાબરમતી જેલ સહિત અન્ય જેલોમાં ઓપરેશન જેલ શરૂ થતાં મોટા ગુનેગારોની હાલત પતલી બની હતી. આ સમગ્ર કામગીરીમાં 1700 પોલીસકર્મીઓ ફરજ પર મુકાયા હતા.
આ ઓપરેશનમાં રાજ્યની જેલોમાંથી બે ડઝનથી વધુ મોબાઈલ મળી આવ્યા છે. આ સિવાય અન્ય પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી છે. ગૃહ રાજ્યમંત્રીના ઓપરેશન જેલ અંગે કોઈને પણ ભનક નહોતી. ટીમોને સૂચના આપવામાં આવી ત્યાં સુધી તમામ અધિકારીઓને પણ ખબર નહોતી.જે કવાયત ગૃહ રાજ્યમંત્રી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં જોવામાં પણ આવી હતી. રાજ્યભરની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઇલ, 10 ઇલેકટ્રીક ચીજવસ્તુ, 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે.