મોરબી દૂર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં મૃતકોના પરીવારને વળતર ચૂકવવા મામલે થયેલી સુનાવણીમાં હજુ સુધી 50 ટકા રકમ જમા કરાવવામાં આવી છે. જેથી આ મામલે વધુ સુનાવણી આગમી સમયમાં હાથ ધરાશે, જો કે, ઓરેવા તરફથી રજૂ કરાયેલી વિગતમાં 11 એપ્રિલ બાકી રહેલી રકમ જમા કરાવવાની બાંહેધરી આપી છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોરબી દૂર્ઘટના મામલે સુનાવણી
મૃતકોના પરીવાર વળતર ચૂકવવા મામલે થઈ સુનાવણી
કોર્ટમાં ઓરેવા તરફથી રજૂઆત કરવામાં આવી
50 ટકા રકમ સ્ટેટ લીગલ ઓથોરીટી સમક્ષ જમા કરવામાં આવી
બાકીની રકમ 11 એપ્રિલ સુધી જમા કરાવવાની બાંહેધરી
18 એપ્રિલે વધુ સુનાવણી વળતર મામલે હાથ ધરવામાં આવશે
સમગ્ર દેશમાં હચમચાવનારી મોરબી કેબલ બ્રિજ દૂર્ઘટના બનતા ઓરેવા ગ્રુપ પર આંગળીઓ ચિંધવામાં આવી હતી. કેમ કે, ઓરેવા ગ્રુપે જ બ્રિજનું સમારકામ કર્યું હતું ત્યારે ચાર્જસિટમાં જયસુખ પટેલનું નામ પણ મુખ્ય આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું હતુ. કોર્ટ સમક્ષ મૃતકોના પરીવારજનોને વળતર ચૂકવવા મામલે તૈયારી દર્શાવી હતી. જો કે, એ મામલે આજે કોર્ટ સુનાવણી હાથ ધરી હતી. જેમાં ઓરેવા કંપની તરફથી કરાઈ રજૂઆત કરવામાં આવી હતી.
11 એપ્રિલ સુધી જમા કરાવવાની બાંહેધરી
મૃતકના પરીવારજનોને વળતર ચૂકવવાના હેતુસર 50 ટકા રકમ સ્ટેટ લીગલ ઓથોરીટી સમક્ષ જમા કરવામાં આવી છે. બાકીની રકમ 11 એપ્રિલ સુધી જમા કરાવવાની બાંહેધરી ઓરેવા તરફથી આપવામાં આવી છે. મૃતક પરીવારે અગાઉ વળતર સરકાર તરફથી ઓછું અપાયાની પણ રજૂઆત કરી હતી.
નગરપાલિકા સુપરસિડ કરવા મામલે 14 એપ્રિલે થશે સુનાવણી
નગરપાલિકા સુપરસિડ કરવા મામલે 14 એપ્રિલે થશે સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ સુપરસીડના મામલાની કાર્યવાહી જોવા જઈએ તો, મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે સરકાર દ્વારા નગરપાલિકાને સુપરસીડ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેની પ્રક્રિયા સ્વરૂપે અગાઉ કારણદર્શક નોટીસ ફટકારી હતી અને બાદમાં પાલિકા દ્વારા કરવામાં આવેલી માંગણીને ધ્યાને લઈને દસ્તાવેજો સુપરત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ફરીથી નોટીસ આપવામાં આવી હતી અને જેને પગલે અગાઉ મોરબી નગરપાલિકાની ખાસ સાધારણ સભા મળી હતી ત્યાર બાદ કોર્ટ જવાબ પણ આ મામલે રજૂ કરાશે.