ખેડૂતોની માંગને જોતા મોરબી ડેમી 2 ડેમમાંથી પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું છે. ખેડૂતોને પાણી મળતા ઉનાળું પાકને ખૂબ મોટો ફાયદો તેના કારણે થશે. ખેડૂતોના 7 ગામને પાણી તેના કારણે મળશે.
ઉનાળામાં કેટલાક પાકને પાણી મળી રહે અને પાક સારો થાય તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી માગ બાદ મોરબી ડેમી ટુ ડેમમાંથી ચિંચાઈ માટે પાણી છોડવાની માગને આખરે ગ્રાહ્ય રાખવામાં આવી છે. ત્યારે પાણી છોડવામાં આવતા ખેડૂતો માટે આ એક ખુશ ખબરી પણ સામે આવી છે.
પાણી છોડવામાં આવતા નીચાણ વિસ્તારમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી પાણી છોડાતા ઉનાળું પાકના વાવેતરમાં ખૂબ મોટો ફાયદો થશે. ડેમના દરવાજા 6 ફૂટ છોડીને ડેમીમાં પાણી છોડી દેવામાં આવ્યું છે.
ડેમી 2 ડેમ સિવાયની વાત કરવામાં આવે તો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ખાલી કરવા માટે ડેમ તંત્રએ સરકાર પાસે સૈદ્ધાંતિક મંજુરીની માંગણી કરી છે અને મંજુરી મળી જાય તો એપ્રિલ માસમાં ડેમ ખાલી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કેમ કે, મચ્છુ ૨ ડેમમાં નર્મદા કેનાલ ચાલુ હોવાથી પાણીનો પ્રવાહ ચાલુ છે અને ડેમના જળ સ્તરમાં વધારો થતા પાણી ડેમ વિસ્તારમાં આવતા મકનસર, બંધુનગર, અદેપર, જોધપર અને નવાગામ એમ પાંચ ગામોના ખેડૂતોના ખેતરોમાં બિન જરુરી પાણી જવાથી પાક બગડવાને લઈને પણ રજૂઆત કરાઈ હતી.