અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચાલી રહેલા ગુજકેટની પરીક્ષામાં એક વિદ્યાર્થિની થોડી મોડી પહોંચતા વાલીઓએ હોબાળો મચાવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થિનીને પંદર મિનીટ પછી પ્રવેશ આપવામાં આવ્યો હતો. મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ગેટ બહાર સવારે ગુજકેટની પરીક્ષા આપવા માટે માલપુર તાલુકાની એક વિદ્યાર્થિની પહોંચી હતી, વાલીઓનો આક્ષેપ હતો કે, વિદ્યાર્થિની સમય સર દસ વાગ્યાની આસપાસ પહોંચી હતી, જોકે તેને શાળામાં પ્રવેશ આપવા દેવામાં નહોતો આવ્યો. વિદ્યાર્થિનીને પ્રવેશ નહીં આપવામાં આવતા વાલિઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ત્યારબાદ કેમ્પસમાં પ્રવેશવા દેવામાં આવી હતી.
3 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા શરૂ થઈ છે, વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોડાસા ખાતે પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા, પણ સોમવારના દિવસે એવું બન્યું કે, માલપુર તાલુકાની એક વિદ્યાર્થિની મોડાસાની શ્રી કે. એન. શાહ સ્કૂલમાં ગુજકેટની પરીક્ષા આપવા માટે પહોંચી હતી ત્યારે સ્ટેશન રોડ પરના મુખ્ય પ્રવેશ દ્વારા પર પ્રવેશ સમય પૂર્ણ થઈ જતાં ગેટ બંધ થયો હતો, પણ વાલિઓએ આક્ષેપો કર્યા હતા કે, વિદ્યાર્થિની 10 વાગ્યાની આસપાસ પહોંચી હતી, જોકે તેને અંદર પ્રવેશ આપવાને લઇને નિર્ણયશક્તિના અભાવે મોડેથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો અને તંત્રને સવાલો કર્યા હતા, એટલું જ નહીં ભારે રોષ ભભૂકી ઉઠતા આખરે વિદ્યાર્થિનીને પ્રવેશ આપવામાં આવતા દોડતી – દોડતી વિદ્યાર્થિની કેન્દ્ર સુધી પહોંચી હતી.