મેંદરડા પોલીસ સ્ટેશનની પ્રાપ્ત માહિતી મુજબ થાણા થી દક્ષિણે 0.5 કિલોમીટર દૂર મેંદરડા સાસણ રોડ તુલસી હોટલ ની સામે આ કામના ફરિયાદી બાબુભાઈ નરસિંહભાઈ રાણોલિયા પટેલ ઉંમર વર્ષ 62 રહે મેંદરડા વડલી ચોક આંબાવાડી પ્લોટ જીલ્લો જુનાગઢ વાળા પોતાનું બાઈક જેના રજીસ્ટ્રેશન નંબર 11એ 1945 લઈને જતા હોય ત્યારે આ કામના આરોપીએ પોતાના હવાલા વાળું વાહન ટ્રક જેના રજીસ્ટ્રેશન નંબર જીજે 19x 16 19 પૂર ઝડપે બેફિકરાય એ રીતે પોતાની તેમજ બીજાની જિંદગીને જોખમમાં નાખી બાઈક પર સવાર ફરિયાદી બાબુભાઈ નરસિંહભાઈ રણોલીયા ને અડફેટે લઈ શરીરે નાની મોટી તેમજ ફરિયાદીના જમણા પગમાં ગંભીર ઇજાઓ કરી ગુનો કર્યા બાબતની એક ફરિયાદ મેદરડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે બનાવની જાણ થતા તાત્કાલિક સ્થળ પર મેંદરડા પોલીસ પહોંચી હતી જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલ બાઈક સવાર બાબુભાઈ ને તાત્કાલિક મેંદરડાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા આ કામના આરોપી વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ મીંદડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા એ ગઢવી ચલાવી રહ્યા છે

