મીંદડાના આલીધરા રોડ પર આવેલ એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ જ્યારે માર્ચ એન્ડિંગની કામગીરી ચાલી રહી હોય ત્યારે માર્ચ એન્ડિંગના અનુસંધાનમાં રજા જાહેર કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણીની સુચના અને વહીવટી વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી તારીખ 29 3 2023 થી 31 3 2023 સુધી માર્કેટિંગ યાર્ડની તમામ કામ કાજ બંધ રાખવામાં આવશે માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની કામગીરીને પગલે તારીખ 28 3 2030 સવારે 9:00 વાગ્યાથી જ જણસીની આવક બંધ કરી દેવામાં આવશે જેની નોંધ માર્કેટિંગ યાર્ડ સાથે જોડાયેલા વેપારી ખેડૂત દલાલ ભાઈઓએ લેવા વિનંતી કરવામાં આવી છે આ કામગીરી તારીખ 1/4/2023 સુધી બંધ રખાશે 1/4/2023 ના સવારે 9:00 વાગ્યાથી તમામ જણસીની આવક રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે જે અંગે નોંધ લેવા માટે માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી સંતોકી ભાઈ સહિતના આગેવાનો અને અધિકારીઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે માર્ચ એન્ડિંગને પગલે એપીએમસી માર્કેટિંગ યાર્ડ ત્રણ દિવસ રજા પાડશે

