અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો નજીક તેમજ ખેતરોમાં ખુલ્લા પાણીના કુવા ઠેર ઠેર જોવા મળે છે અનેક લોકો અકસ્માતે ખુલ્લા કુવા ખાબકી મોત ને ભેટ્યા હોય એવી અનેક ઘટનાઓ ચોપડે નોંધાઈ ચુકી છે વર્ષો અગાઉ નળ કનેક્શન સુવિધા ઉપલબદ્ધ ન હતી ત્યારે ગામની વચ્ચે અને રહેણાંક વિસ્તારોમાં રોજિંદા વપરાશ માટે પાણી મળી રહે તે માટે કુવા ખોદી પાણી મેળવવાવામાં આવતું હતું જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુપણ કેટલાય કુવાઓ હયાત હોવાની સાથે સુરક્ષિત ન કરાતા લોકો માટે આફતરૂપ બની રહ્યા છે
માલપુર ગામમાં રહેતા કનુભાઈ ચમાર નામનો 40 વર્ષીય યુવક ઢોર ચરાવતા ચરાવતા કબ્રસ્તાન નજીક પહોંચ્યો હતો કબ્રસ્તાન નજીક રહેલા ખુલ્લા કુવામાં અગમ્ય કારણોસર યુવક ખાબકતા મોત નિપજતા ભારે ચકચાર મચી હતી યુવક કુવામાં ખાબકતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવકની લાશને સ્થાનિક લોકોએ બહાર કાઢી હતી મૃતક યુવકના પરિવારજનો પર આભ તૂટી પડતા ભારે આક્રંદ કરી મૂક્યું હતું માલપુર પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .