અરવલ્લી જિલ્લામાં ઉનાળાના સમયમાં અંતરિયાળ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ વર્તાતી હોય છે ત્યારે માલપુરમાં બેદરકારીથી પાણીનો વેડફાટ થયો હતો, જેને લઇને ખેતરમાં પાણી પાણી થઈ ગયું હતું.
માલપુર તાલુકાના સોનિકપુર ગામની. સોનિકપુર ગામે અરવિંદ પટેલ નામના ખેડૂતના ખેતરમાંથી પાણી પુરવઠા વિભાગ એસકે-2ની મુખ્ય પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇનમાં એકાએક કોઈ કારણોસર ભંગાણ સર્જાયું છે. જેના કારણે ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં છે. ખેડૂતને એક તરફ કમોસમી વરસાદથી પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે થોડું ઘણું કંઈ પશુઓ માટે મળે એમ હતું. ત્યારે પાણી પુરવઠા વિભાગની નબળી કામગીરીના ભોગ બનવાનો વારો આવ્યો છે.
પાણી પુરવઠા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને આવી નબળી કામગીરી રિપેર કરે જેથી ખેડૂતને નુકસાનીના ઘા ન સહન કરવા પડે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામડે ગામડે પાણીની સુવિધા પહોંચાડવા માટે દરેક ખેડૂતના ખેતરમાંથી પાઇપલાઇન નાખવામાં આવી છે. ત્યારે ખેડૂતના ખેતરને નુકસાન ન થાય એ જવાબદારી તંત્રની પણ છે. તંત્રની બેદરકારીના કારણે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય ત્યારે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.