ઓનલાઇન વેબીનારને સંબોધતા ગુજરાત યુનિ.અમદાવાદના નિવૃત્ત પ્રોફેસર ડો.ગૌરાંગ જાનીએ માહિતી આપી હતી કે દુનિયામાં 200 પ્રકારના માનસિક પડકારો છે જેમાંનો એક ડાઉન સિન્ડ્રોમ છે માનવીના જન્મ માટે જવાબદાર 46 રંગસૂત્રોમાં એક રંગસૂત્ર 21એ બે વખત આવી જાય છે જેને કારણે ડિફરન્ટલી એબલ બાળકો જન્મે છે છેવાડાના લોકો હાંસિયામાં રહેતા લોકો વિશેષ પ્રકારના લોકો ડિફરન્ટલી એબલ વગેરે નામથી ઓળખાય છે આવા માનસિક પડકાર વાળા બાળકો અને તેમના માતા-પિતા ખુશ રહે તે માટે પણ થોડી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ ખાસ કરીને આવા બાળકોને સામાન્ય માણસો જેવા જ નોર્મલ ગણવા તેઓની સામે એક જ નજરે ટગર ટગર ન જોવું બાળકોને તેઓના નામથી જ સંબોધન કરવું દરેક બાળકો દેખાય છે સરખા પરંતુ દરેકમાં રહેલી ભિન્નતા ઓળખવી બાળકોને હાય-હેલો કહીને બોલાવવા કે જેથી તેમના માતા-પિતાને પણ ખુશી મળે બાળકોને સ્નેહ લાગણી હુંફ આપવી જોઈએ બાળકોની સંગત સેન્સ ખૂબ જ સારી હોય છે જેથી તેમને ગમતું સંગીત સંભળાવું જોઈએ આ વેબિનારમાં બહોળી સંખ્યામાં અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ જોડાયા હતા

