ઉનાળું પાકને લઈને ખેડૂતો દ્વારા પાણીને લઈને અત્યારથી જ માગ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પાંચ તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી વગર વલખા મારતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા હતા, ઉનાળાની શરૂઆતમાં જ ફરી એકવાર સિંચાઈ માટે પાણી છોડવાનો સરકારે નિર્ણય તો લીધો છે પરંતુ એક જ પંપ શરુ થયો છે આવા 5 પંપો શરુ કરવા માંગ કરવામાં આવી છે. જો કે, અત્યાર આ માગમાંથી એક પંપ પાણીનો છોડવામાં આવ્યો છે.
બનાસકાંઠાની જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પંપિંગ સ્ટેશનથી પાણી છોડવામાં આવ્યું હતું. પાંચ તાલુકાને જોડતી સુજલામ સુફલામ કેનાલ 1 તારીખથી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ચાંગા પંપીંગ સ્ટેશનથી એક પંપ ચાલુ કરી પાણી શરૂ કરી દેતા ખેડૂતોતો થોડો હાસકારો મળ્યો છે કેમ કે, વાવેતર કરેલા પાકને જીવતદાન મળશે પરંતુ વધુમાં વધુ ખેડૂતોના પાકને પાણી મળી રહે તેવી રીતે પણ વ્યવસ્થા કરવી જોઈએ તેવી ખેડૂતોની માગ છે. વધુ પાણીની યોજના બનાવવા ખેડૂતો માગ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાને જોડતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જોકે, ઉનાળાની સિઝનમાં વાવેતર સમય સિંચાઈનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
જોકે સરકાર દ્વારા 15 એપ્રિલથી પાણી બંધ કરવાની જાહેરાત કરી પરંતુ પ્રથમ સપ્તાહ 1 એપ્રિલથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, આજે એક પંપ શરૂ કરી સુજલામ સુફલામમાં પાણી છોડાતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ખેડૂતોની માંગ છે કે 5 પંપ શરૂ કરી છેવાડાના વિસ્તાર સુધી પાણી છોડવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. ખાસ કરીને દર વખતે બનાસકાંઠામાં ઉનાળામાં ખેડૂતોને ભારે તકલીફ પડતી હોય છે.