અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી, મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શનથી પરખ સંસ્થા હિંમતનગર સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ધ્વારા ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો. બેન જ્યારે સખી વન સ્ટોપ સેન્ટરમાં આવ્યા ત્યારે બહુ જ રડતા હતા બેનને આશ્વાસન આપીને બેસાડવામાં આવ્યા ત્યાર બાદ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યુ કે એક વર્ષથી ભાગીને લગ્ન કર્યુ હતુ જેથી તેના પરિવારવાળા કોઇ સપોર્ટ કરે તેમ નથી અને સાસરી માં કોઇ રાખવા તૈયાર નથી અને પતિ પણ બે માસ જેટલુ સારુ રાખી બાદમાં વાત-વાતમાં ઝગડો કરી ઘરમાં પુરી રાખતો હતો. એક દિવસ ઝગડો થતા તેના પતિ ધ્વારા મારી નાખવાની ધમકી તથા મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેથી બેને ૧૮૧ ની મદદથી સખી વન સ્ટોપ સેન્ટર આશ્રય લીધો. સખી વન સ્ટોપ સેન્ટરમાં પાંચ દિવસ આશ્રય આપવામાં આવ્યો તે દરમ્યાન બેનને રોજિંદી જરુરિયાતની કિટ આપવામાં આવી તથા આગળની કાર્યવાહી માટે પોલિસ સ્ટેશનમાં અરજી આપી. સ્વ નિર્ણય લેવા માટે સક્ષમ બનાવમાં આવ્યા બેનના પતિને સેન્ટર પર બોલાવી કાઉંસેંલિંગ કરવામાં આવ્યુ પરંતુ બેન તેમના પતિ જોડે રહેવા માગતાં જ ન હોવાથી બેનના માતા તથા પરિવાર ને બોલાવામાં આવ્યા. બેન તથા તેમની માતાનુ એક વર્ષ બાદ મિલન થતા બેનના માતા તથા બેનના આખમાં હર્ષના આસુ સરી પડ્યા હતાં. મહિલા તેના માતા તથા પરિવાર સાથે જવા માગતાં હોવાથી માતા સાથે પુન:સ્થાપન કરવામાં આવ્યુ. મહિલાના માતા તથા પરિવાર જનોએ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટર એ મહિલાઓ માટે સખીનુ ઉદાહરણ પુરુ પાડયુ છે. સખી વન સ્ટોપ સેન્ટરએ મહિલાઓ માટેનુ સુરક્ષિત સ્થળ છે તેવુ સાબિત થયુ છે.

