પોરબંદર સાંદિપની ખાતે હનુમાન જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાશે. ધ્વજારોહણ, પૂજા અર્ચના, હનુમાન ચાલીસા વેગેરેનું આયોજન કરાયું.
પોરબંદર સાંદિપની ખાતે હનુમાન જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાશે. સાંદીપનિ સ્થિત ભવ્ય શ્રીહરિ મંદિરમાં તા.૦૬ એપ્રિલને ગુરૂવારના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમાનાપાવન દિવસે શ્રીહનુમાનજયંતી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવમાં સવારે મંગલા આરતી બાદ શ્રીહરિ મંદિરના પાંચેય શિખરોમાં નૂતન ધ્વજારોહણ થશે. તેમજ શ્રીહનુમાનજીનું ષોડશોપચાર પૂજન અને ૧૦૮ મોદક અર્પણ કરવામાં આવશે. તેમજ સુંદરકાંડના પાઠ અને શ્રીહનુમાન ચાલીસાના પાઠ થશે. સર્વે ભકતોને આ ઉત્સવમાં જોડાવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. ધ્વજારોહણ પૂજન : સવારે ૮:૦૦ વાગ્યે, હનુમાન ચાલીસા પાઠ સવારે ૦૮:૦૦ થી ૦૯: ૦૦વાગ્યા સુધી, શ્રીહનુમાનજી પૂજન સવારે ૯:૦૦ વાગ્યે, ૧૦૮ મોદક અર્પણ સવારે ૯:૪૫વાગ્યે, ઉત્સવ આરતી સવારે ૧૦:૧૫ વાગ્યે, રાજભોગ આરતી સવારે૧૧:૦૦ વાગ્યે, સુંદરકાંડના પાઠ સાંજે ૫:૦૦ થી ૬:૪૫, શયન આરતિ : સાંજે ૭:૦૦ થી ૭ઃ૩૦ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે તેવું જણાવ્યું હતું. પોરબંદર સાંદિપની ખાતે હનુમાન જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાશે. સાંદીપનિ સ્થિત ભવ્ય શ્રીહરિ મંદિરમાં તા.૦૬ એપ્રિલને ગુરૂવારના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમાનાપાવન દિવસે શ્રીહનુમાનજયંતી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.