પોરબંદર માં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે 24 કલાકમાં વધુ 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ 11 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં 9 માસ બાદ કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે ત્યારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 65 દર્દીઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા વધુ 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં કડછ ગોરસર ગામના 80 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.
આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 4418 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીનો ડીસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 4260એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 11 કેસ એક્ટિવ છે જેમાંથી 4 દર્દી સરકારી હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 7 દર્દી હોમ આઇસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં 65 દર્દીઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા વધુ 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં કડછ ગોરસર ગામના 80 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.