યુનિક વિમેન્સ ક્લબ દ્વારા બહેનો માટે પહેલી એપ્રિલે આયોજન કરાયું
પોરબંદરમાં એક મિનિટની ગેમ અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાની હરીફાઈ યોજાશે. યુનિક વિમેન્સ ક્લબ દ્વારા બહેનો માટે પહેલી એપ્રિલે આયોજન કરાયું છે. પોરબંદર શહેરમાં યુનિક વિમેન્સ ક્લબ દ્વારા અવારનવાર અનેકવિધ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવતું હોય છે, આ સેવાભાવી સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ બહેનો માટે કરવામાં આવે છે. ત્યારે વધુ એક વખત બહેનો માટે એક મિનિટની ગેમ્સ અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વેસ્ટ માંથી બેસ્ટ બનતી વસ્તુઓ ઘરેથી લઈ આવવા બહેનોને જણાવવામાં આવ્યું છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરના દરેક બહેનો ભાગ લઈ શકશે. એક મિનિટ ગેમ્સની સામગ્રી યુનિક વિમેન્સ ક્લબ દ્વારા આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. શહેરમાં આવેલ હાથી ટાંકી રોડ પાસે દશા સોરઠીયાની વાડીમાં આ સમગ્ર સ્પર્ધા યોજવામાં આવી રહી છે. આગામી તારીખ પહેલી એપ્રિલના સાંજે ૪:૩૦ કલાકે આ સમગ્ર સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. યુનિક વિમેન્સ ક્લબના ફાઉન્ડર હિરલ બેન લાખાણી અને હેતલબેન દેવાણી, રેખાબેન ચોટાઈ સહિતના મહિલા અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કોમ્પીટેશન યોજવામાં આવી રહી છે. જેનો મોટી સંખ્યામાં બહેનોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.