સામાજિક કાર્યકરે પાલિકાનું તંત્ર યોગ્ય કરે તેવી માંગ કરી
પોરબંદરના ખાપટ વિસ્તારમાં રોડ, રસ્તા ગંદકી સફાઈ સહિતના પ્રશ્નનું નિરાકરણ કરવા રજુઆત કરાઇ છે. સામાજિક કાર્યકરે પાલિકાનું તંત્ર યોગ્ય કરે તેવી માંગ કરી છે.
પોરબંદર શહેરમાં સામાજિક કાર્યકર પુંજાભાઈ કેશવાલા દ્વારા નગરપાલિકાના તંત્રને ખાપટ વિસ્તારમાં વિવિધ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પુંજાભાઈ કેશવાલા દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અને ખાપટ વિસ્તારમાં ૨૩ જેટલા સફાઈ કર્મચારીઓ હોય તેમજ દોઢ ટુ ડોર કચરો કલેક્શન કરવા માટેના બે વાહનોની સગવડ હોવા છતાં પણ આ વિસ્તારમાં યોગ્ય રીતે સફાઈની કામગીરી કરવામાં આવતી ન હોવા અંગે રજૂઆત થઈ હતી. તેમજ વરસાદના પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા હોય છતાં પણ ચોમાસાની ઋતુ દરમિયાન અહીં વરસાદના પાણીનો ભરાવો થતો હોય જે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવું જણાવ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સામાજિક કાર્યકર પુંજાભાઈ કેશવાલાને આ તમામ પ્રશ્નો નિરાકરણ કરવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવી છે. ખાપટ વિસ્તારમાં સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ કામગીરી માટે કર્મચારીઓ અને કચરો કલેક્શન કરવા માટે બે વાહનો ફાળવવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારમાં યોગ્ય રીતે સફાઈની કામગીરી થતી ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવા અંગે સામાજિક કાર્યકર પુંજાભાઈ કેશવાલા રજૂઆત કરી છે. ઉપરાંત રોડ રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું છે. અને ખાપટ વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાં હાફ વાયરો ખેંચીને સ્ટ્રીટ લાઈટના ટેન્ડર કરીને લાઇટની વ્યવસ્થા કરવામાં આવેલ છે, પરંતુ નવા વિકસિત એરીયા અને સોસાયટીઓમાં પોલ ઊભા કરીને આવનાર દિવસોમાં સ્ટ્રીટ લાઈટ માટેના હાફ વાયરો ખેંચાવીને સ્ટ્રીટ લાઇટના ટેન્ડોરો કરી યોગ્ય લાઈટની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખાપટ વિસ્તારમાં રોડ રસ્તા અને ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે કરવામાં આવે તેમજ કચરાનું વ્યવસ્થિત રીતે કલેક્શન કરી ગંદકીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે ઉપરાંત સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તેવી સામાજિક કાર્ય કરે પાલિકાના તંત્રને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.