આભા થીમ પર આયોજિત લાયન્સ ક્લબના આ 19માં વાર્ષિક અધિવેશનના અધ્યક્ષ લાયન મુકેશકુમાર પટેલ PMJF અને સંમેલન સમિતિના કાઉન્સેલર લાયન અશોક કાનુગો MJF બહુવિધ પરિષદના અધ્યક્ષ 1996-97 અધિવેશન સમિતિના અધ્યક્ષ લાયન પી.ડી. ખેડકર PMJF ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2014-15 અધિવેશન પૂર્વે જિલ્લા સચિવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ક્લબ દ્વારા કરેલી સેવાકીય પ્રવૃત્તિઓનો ઉપસ્થિત સભ્યો ને પરિચય આપ્યો હતો. અધિવેશનમાં મુખ્ય અતિથિ એવા લાયન પ્રવિણ છાજેડ દ્વારા તેમના કાર્યકાલ દરમ્યાન કરેલી સેવાકીય પ્રવૃતિઓ અને હાલમાં થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સભ્યોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ 19માં વાર્ષિક સંમેલનમાં તમામ પુરુષો શૂટ અને બ્લેઝરમાં તો મહિલાઓ સાડી ડ્રેસમાં સજ્જ થઈ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે 40 જરૂરિયાતમંદ મહિલાઓને પરિવારનું ભરપોષણ કરી શકે તે માટે સિલાઈ મશીનની ભેટ આપી હતી. અધિવેશન પ્રસંગે કો-ચેરપર્સન લાયન મોહનલાલ શાહ PMJF કાઉન્સેલર જિલ્લા વહીવટી તંત્ર વાર્ષિક કન્વીનર લાયન રામસિંહ દેસાઈ MJF લાયન પરેશ પટેલ MJF D.C અધિવેશન કન્વેન્શન ટ્રેઝરર લાયન પી.એ. પટેલ MJF ગેસ્ટ લાયન રમેશ પ્રજાપતિ એમજેએફ આઈડી એન્ડોર્સી: MD – 3232 લાયન દીપક પખાલે MJF પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઉદ્ઘાટક અને મુખ્ય અતિથિ લાયન પ્રવિણ છાજેડ PMJF ઇન્ટરનેશનલ ડાયરેક્ટર: 2002-03: MD: 3232 જી.એસ.યુ.એસ.આઇ.એ.ના પ્રમુખ તેમજ વિશેષ અતિથિ તરીકે DYSP બી.એન. દવે, લાયન નિશીથ કિનારીવાલા કાઉન્સિલ ચેરપર્સન: MD 3232 લાયન પરેશ પટેલ MJF સેકન્ડ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લીઓ વિકાસ જયસ્વાલ લીઓ અને તમામ જિલ્લાઓના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતાં.

