સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બાયપાસ રાજપર રોડ પર 7 વર્ષ પહેલાં રૂ. 3 કરોડના ખર્ચે અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલ ઉદ્દઘાટનના અભાવે દિવસે દિવસે ખંડેરમાં ફેરવાઈ રહી છે. ત્યારે આ હોસ્પિટલનુ તાકીદે ઉદ્દઘાટન કરવામા આવે તેવી લોક માગણી ઊઠી છે.
….ધ્રાંગધ્રા વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા 20 પથારીની રૂ. 3 કરોડના ખર્ચે અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રાના રાજપર રોડ પર બનાવવામાં આવી હતી. ત્યારે વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા મળવાની આશા બંધાય હતી. પરંતુ આયુર્વેદિક હોસ્પિટલ બન્યાને 7 વર્ષ જેટલો સમય વિતી ગયા છતાં હજી આયુર્વેદિક હોસ્પિટલનુ ઉદ્દઘાટન કરવામા આવ્યુ નથી. ત્યારે ઉદ્દઘાટન પહેલા હોસ્પિટલ દિન પ્રતિદીન ખંડેરમાં ફેરવાઇ રહી છે. ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા તાત્કાલીક આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરાય તેવી માગણી ઊઠી છે.આ અંગે સિનિયર સીટીઝન રમેશભાઈએ જણાવ્યું કે, ધ્રાંગધ્રામાં બનાવવામાં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ લાંબા સમયથી ઉદ્દઘાટન વગર પડી છે. ત્યારે જો આ હોસ્પિટલ ચાલુ કરવામાં આવે તો લોકોને વધુ સારી ઘર બેઠા આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય અને સારવાર માટે મોંઘા ખર્ચમાંથી બચી જાય અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ બને.