રોડ અકસ્માત સંદર્ભે સેફટી પગલા ભરવા અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર અમરેલી જીલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માત નિવારવા તથા શાળાના બાળકોને ટ્રાફિક નિયમોની જાણકારી મળી રહે તે માટે તા.૨૩/૦૩/૨૦૨૩ ના રોજ ધારી તાલુકાના છતડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફીકના નિયમો અંગે જાગૃત થાય તે માટે ટ્રાફિક અવેગ્નેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સશ્રી જે.એમ દવે તથા જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા ટ્રાફિક એવરનેસ કાર્યક્રમ અંગેની જાણકારી આપવામાં આવી જેમા આશરે ૨૫૦ વિર્ધાર્થીઓને ટ્રાફિક નિયમોને પાલન કરવાના ફાયદોઓ તથા ટ્રાફિક નિયમોને પાલન ન કરવાથી થતા ગંભીર માર્ગ અકસ્માતની સમજ કરવામાં આવી તેમજ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયેલ ઇન્ટરસેપ્ટર વાહન અંગેની તથા હાઇવે પ્રેટ્રોલીંગ વાહન (કેમ્પર બોલેરો) નું અકસ્માત સમયે થતો ઉપયોગ અંગે વિર્ધાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી તેમજ ટ્રાફિક નિયમો પાલન કરવા અંગેના પેમ્પલેટ ની વહેંચણી કરવામાં આવી.
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ની સુચના મુજબ અમરેલી જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ.શ્રી જે.એમ.દવે તથા જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા તથા છતડીયા પ્રાથિમક શાળાના આચાર્યશ્રી સુરેશભાઇ વેગડા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.