મેંદરડા તાલુકાના સાસણગીર ખાતે આવેલ ગીર નેશનલ પાર્ક ના દેવળીયા સફારી પાર્કમાં ગીર નું ઘરેણું એટલે સિંહ ગીરના વસવાટ કરતા સિંહ મસ્તી કરતા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે થોડા દિવસ પહેલા દેવળિયા નેશનલ સફારી પાર્કમાં એક સિંહણ જીપ્સીના ટાયર ને બચકા ભરવા લાગી હોવાનો એક વિડીયો સામે આવ્યો છે ફોટોગ્રાફર કરીમ કડીવાડ આ નજારો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો જો કે આ સમયે થોડીવાર માટે તો જીપ્સીના સવાર તમામ પ્રવાસીઓના જીવ પડી કે બંધાઈ ગયા હતા થોડીવાર મસ્તી કરી સિંહણ ત્યાંથી નીકળી જતા પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો દેવડિયા નેશનલ પાર્કની ઘટના છે જૂનાગઢમાં આવેલ દેવળીયા સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ જીપસીમાં સવાર થઈ દર્શન કરતા હોય છે થોડા દિવસ પહેલા ત્રણથી ચાર જીપ્સી સાથે પ્રવાસીઓ દેવળીયા પાર્ક માં સિંહ દર્શન કરી રહ્યા હતા ત્યારે એક સિંહણ જીપ્સીની ખૂબ નજીક આવી ગઈ હતી અને જીપ્સીના ટાયરને બચકા ભરવા લાગી હતી તેવો વિડીયો વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર દ્વારા સુટ કરવામાં આવ્યો છે જે વાઈરલ થયો છે
