ધારાસભ્ય ના ભાઇ સહિત યુવાનોએ હોસ્પિટલે પહોંચી આઇ.સી.યુ.વાનની કરી આપી વ્યવસ્થાઃ પોસ્ટમોર્ટમ સહિત પોલીસની કાર્યવાહી કરાવવામાં પણ બન્યા મદદરૂપ
પોરબંદરના દેગામ નજીક ટ્રાવેલ્સ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર યુવાનો ના મોત નિપજ્યા છે ત્યારે ઇજાગ્રસ્તો અને મૃતકોની મદદે કોંગી આગેવાનો દોડી ગયા હતા. દેગામ નજીક ટ્રાવેલ્સ અને કાર વચ્ચે ગંભીર અકસ્માતનો જે બનાવ બન્યો તેમાં ઇજાગ્રસ્તો ની મદદ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા ના નાનાભાઇ રામદેવભાઇ મોઢવાડિયા સહિત દેવશીભાઇ મોઢવાડીયા , કેશુભાઇ વાઢેર અને અન્ય સેવાભાવી કાર્યકરો પહોંચી ગયા હતા અને હોસ્પિટલે ઇજાગ્રસ્તોની મદદ કરવાની સાથોસાથ ગંભીર રીતે ઘવાયેલા બે યુવાનોને સારવાર માટે રાજકોટ લઇ જવા પડે તેમ હોવાથી હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આઇ.સી.યુ.વાન અને કેતનભાઇ ગજ્જર પરિવાર દ્વારા અર્પણ થયેલ આઇ.સી.યુ. વાન મારફતે લઇ જવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી. પરંતુ કમનસીબે બંને યુવાનોના મોત થયા છે ત્યારે પોસ્ટમોર્ટમ સહિત સમયસર અંતિમવિધિ માટે પોલીસની કાગળની કાર્યવાહીમાં પણ તેઓ તેમની સાથે રહ્યા હતા.

