જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માવઠા ને લીધે ભારે વરસાદ પડ્યો હતો તેને કારણે ખેડૂતોના પાકમાં નુકસાન થવા પામ્યું છે ત્યારે આ કમોસમી વરસાદની અસર ભૂલ અને ગુલાબની ખેતી કરતા ખેડૂતો પર પડી છે જેમાં આ વખતે ખેતી દરમિયાન પડેલા માવઠાને કારણે ગુલાબની ખેતી કરતા ખેડૂતોને યોગ્ય ભાવ મળ્યા નથી કારણ કે ગુલાબની ખેતીમાં આ વખતે ઠંડુ વાતાવરણ રહેવાના કારણે મોટી સંખ્યામાં ગુલાબ ઉગ્યા છે જ્યારે ગલગોટા ના ભાવ વધારે થયા છે અતિ જૂનાગઢ જિલ્લામાં આ વખતે ગુલાબના ભાવ ઘટ્યા જ્યારે ગલગોટા ના ભાવ વધારે થયાનું સામે આવ્યું છે ઉનાળાની સિઝનમાં ગુલાબના ભાવ 80 થી 90 રૂપિયા હોય છે પરંતુ આ વખતે ઉનાળામાં કમોસમી વરસાદને કારણે ઠંડુ વાતાવરણ રહેતા ગુલાબનું ઉત્પાદન વધ્યું જેને કારણે 10 થી 20 રૂપિયા ભાવ થઈ ગયા છે આ રીતે ખેડૂતોને ઉત્પાદન વધવા ને કારણે ગુલાબ ફેંકી દેવાનો પણ વારો આવ્યો છે ભાવ ખૂબ જ ઘટ્યા છે જેને કારણે ખેડૂતોને નુકસાની વેચવાનો વારો આવ્યો છે

