ગડુ નજીક મેઘલ નદીના પુલ પર 200 મીટરના બ્રિજનું નિર્માણ કાર્ય છેલ્લા સાત વર્ષથી ચાલુ છે. સાત વર્ષ જેટલો સમય નીકળી ગયો છે જેથી ડાઈવરજન ને લીધે 50થી વધુ અકસ્માત સર્જાયા હોવાનું કારણ બહાર આવ્યું છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે પૂલ પરના ડાઈવરજનના હિસાબે ગડુથી શાંતિપરા પાટીયા સુધી રસ્તો અકસ્માત ઝોનમાં ફેરવાઈ ગયો છે. જેતપુર સોમનાથ નેશનલ હાઈવે શરૂ થઈ આઠ વર્ષ પૂર્ણ થયા હાઈવે શરૂ થયા તે પછી છથી આઠ મહિનામાં જ આ પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યાર સુધીમાં મેઘલ નદી પરનો 200 મીટરનો પુલ બનાવવા 7 વર્ષનો ટાઈમ લાગ્યો હતો. જુનાગઢથી વેરાવળ વચ્ચે ત્રણ પુલ બંધ કરાયા હતા જેમાં એક નદી પરના પુલ માણેકવાડા પુલ અને ગળું નજીક મેઘલ નદી પરના પુલનો સમાવેશ થાય છે આ બધા પુલની બનીને તૈયાર થઈ ગયા છે પણ તંત્રએ હજુ ચાલુ કરવાની જહેમત ઉઠાવી નથી વહેલી તકે શરૂ કરવા માંગ ઉઠવા પામી છે.
