જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ : અરવલ્લી જિલ્લા કલેક્ટર
ઉમેદવારનાં પરીક્ષા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત- 02774 250034
આગામી નવ એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાનાર છે. જે અન્વયે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીક દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી જેમાં તેમણે પરીક્ષા અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રની વિવિધ તૈયારીઓની માહિતી આપી હતી.
જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે, 9મી એપ્રિલના રોજ અરવલ્લી જિલ્લાના 53 પરીક્ષા કેન્દ્રો છે જેમાં 562 વર્ગખંડોમાં બપોરે 12.30 થી 1.30 સુધી પરીક્ષા યોજાનાર છે. અરવલ્લી જિલ્લા ખાતેથી કુલ 16,860 ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે.
અરવલ્લી જિલ્લા ખાતે તમામ પ્રકારની તારે તૈયારીઓ સાથે જિલ્લા તંત્ર સજ્જ થયું છે. પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે.
- ગુજરાત પબ્લિક એઝામિનેશન(પ્રવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2023ની અગત્યની જોગવાઈઓ વિશે જાણકારી આપતા કહ્યું કે, રાજ્ય સરકારની જગ્યા ઉપર ભરતી કરવા માટે જાહેર પરીક્ષા લેવામાં આવે છે. તે સમયે પ્રશ્નપત્રો લીક થાય તો સામાન્ય જનતા સાથે વિશ્વાસઘાત થાય છે, અને સરકારની વિશ્વસનીયતાને પ્રતિકૂળ અસર થાય છે. આથી જાહેર ભરતી પરીક્ષાઓમાં પરીક્ષાર્થીઓ નો વિશ્વાસ જળવાઈ રહે અને અયોગ્ય માધ્યમોના ઉપયોગ સિવાય પારદર્શક રીતે ભરતી થાય તે માટે આ કાયદો લાવવાનો હેતુ છે.
- આ કાયદામાં અયોગ્ય માધ્યમ (અલ્ફેર મીન્સ ) જેવા કે પેપર લીક કરવું કે લીક કરવાનો પ્રયત્ન કરવો .પ્રશ્નપત્ર અયોગ્ય રીતે મેળવું કે મેળવવાનો પ્રયત્ન કરવો, પ્રશ્નપત્રના જવાબો મેળવવા કે મેળવવાનો પ્રયત્ન કરવો કે જવાબ મેળવવા માટે મદદ કરવી જેવા અયોગ્ય માધ્યમોના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે
- કાયદામાં નક્કી કરેલ સમય પહેલા પ્રશ્નપત્ર ખોલવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે.
- જે વ્યક્તિ પરીક્ષાની ફરજ ઉપર હોય તે વ્યક્તિ અને પરીક્ષાર્થી સિવાય અન્ય વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્ર ની અંદર દાખલ થવાની મનાઈ ફરમાવેલ છે.
- નક્કી થયેલ પરીક્ષા કેન્દ્ર સિવાય અન્ય કોઈપણ જગ્યાની પરીક્ષાના હેતુ માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
- પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા લેવાવાની હોઈ તે સંસ્થાના મેનેજમેન્ટનો કોઈ સભ્ય કે સ્ટાફ દ્વારા પરીક્ષાર્થીને અયોગ્ય માધ્યમોના ઉપયોગ દ્વારા કોઈ મદદ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે.
આ કાયદાના ભંગ બદલ ગુના દંડની નીચે મુજબ જોગવાઈઓ કરેલ છે
- ક્લમ-૧12(1) જો કોઈ પરીક્ષાર્થી જાહેર પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો (અફૈર મીન્સ)નો ઉપયોગ કરે તો દોષીત કરેથી વધુમાં વધુ ૩ વર્ષ સુધી કેદની સજાની અને ઓછામાં ઓછા રૂપિયા 1 લાખ સુધીની દંડની જોગવાઈ કરેલ છે.
- જો કોઈ વ્યક્તિ નિરીક્ષણ ટીમના કોઈ સભ્ય સુપરવાયઝરી સ્ટાફ પરીક્ષા સત્તાધિકારીના કામમાં અવરોધ ઉભો કરે કે ધમકાવે તો તેને પણ વધુમાં વધુ 3 વર્ષ સુધી કેદની સજાની અને ઓછામાં ઓછા 1 લાખ દંડની જોગવાઈ કરેલ છે.
- જો કોઈ પરીક્ષાર્થી કે પરીક્ષાની કામગીરીની જવાબદારી સીધાયેલ હોય તે વ્યક્તિ કે અન્ય વ્યક્તિ કોઈ પચત્રથી કે પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરે કે કાયદાની કોઈ જોગવાઈ નો ભંગ કરે તો 5 વર્ષથી 10 વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા 10 લાખ થી 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.
- જો કોઈ વ્યક્તિ સંગઠિત કાવતરું રચીને આ કાયદાની જોગવાઈઓનો ભંગ કરે તો સાત વર્ષથી દસ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા 1 કરોડથી ઓછો નહીં તેટલા દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.
- જો કોઈ વ્યક્તિએ સંગઠિત કાવતરું રચીને જાહેર પરીક્ષામાં યોગ્ય માધ્યમોનો ઉપયોગ કર્યા હોઈ અને દોષિત થયેલ હશે તો તે વ્યક્તિને જે કંઈ પણ લાભ મેળવેલ હશે તો તેની મિલકતો જપ્ત અને વેચાણ કરીને વસૂલાતની સત્તા આપેલ છે.
- જો કોઈ મેનેજમેન્ટ નો સભ્ય અથવા અન્ય કોઈ વ્યક્તિ આ અધિનિયમ હેઠળના ગુનાઓ માટે દોષિત સાબિત થશે તો જાહેર પરીક્ષા સંબંધિત કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ ખર્ચ તેઓની પાસેથી વસૂલ કરી શકાશે.