જુનાગઢ જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં નાણાકીય વર્ષની હિસાબી કામગીરીની પ્રક્રિયાના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના વિસાવદર મેંદરડા ભેસાણ વંથલી સહિતના માર્કેટિંગ યાર્ડમાં 27 માર્ચથી ત્રણ એપ્રિલ સુધી માર્કેટિંગ યાર્ડની કામગીરી એક સપ્તાહ સુધી બંધ રહેશે સાપ્તાહિક રજાને પગલે યાર્ડમાં ખેડૂતોને જણસીઓ પણ ન લાવવા સૂચના આપવામાં આવી છે 4 એપ્રિલથી માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક અને હરાજી સહિતની રાબેતા મુજબ કામગીરી શરૂ થશે વેપારીઓ પણ એક સપ્તાહ સુધી વેપાર ધંધાથી અળગા રહેશે સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં નાણાકીય વર્ષની કામગીરીને લઈ એક સપ્તાહ સુધીની રજા રાખવામાં આવે છે પરંતુ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આ વખતે નાણાકીય વર્ષની કામગીરીના દિવસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે 19 માર્ચ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા નવા કૃષિ ભવનનું લોકાર્પણ પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિપૂજન સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ગૃહ મંત્રીના આગમનને પગલે માર્કેટિંગ યાર્ડની કામગીરી ત્રણ દિવસ બંધ રાખવામાં આવી છે જેને પગલે આ વર્ષે નાણાકીય વર્ષની કામગીરીની રજાના દિવસોમાં ઘટાડો કર્યો છે યાર્ડમાં 29 થી 31 માર્ચ ત્રણ દિવસ સુધી જ કામગીરી બંધ રહેશે

