જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ 47 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે આમાં ખાસ કરીને ફાયર વિભાગની મહત્વની કામગીરી ગણી શકાય તેવા 10 ફાયરમેનને છૂટા કરી દેવામાં આવ્યા છે પરિણામે આગ લાગે તો પણ કૂવો ખોદવાની સ્થિતિમાં આવી ગયું છે ફાયર વિભાગના જૂનાગઢની વસ્તી પ્રમાણે 30 ફાયરમેન અને 30 ડ્રાઈવર હોવા જોઈએ સરકારે 20 ડ્રાઈવર અને 20 વાયરમેન મંજૂર કર્યા હતા જો કે કોર્પોરેશનમાં 14 ફાયરમેન અને 11 ડ્રાઇવર જ હતા. આમ જુનાગઢની જરૂરીયાત સામે મંજૂર ફાયર સ્ટાફ 40 નો થયો જેમાં કોર્પોરેશન ને માત્ર 25 ની જ ભરતી કરી હતી આ 25 માં 11 ડ્રાઇવર અને 14 ફાયરમેન સામાવેશ કર્યો હતો જોકે તાજેતરમાં જ 47 કર્મચારી છુટા કર્યા છે તેમાં 10 ફાયરમેન નો સમાવેશ થયો હતો આમ 14માંથી 10 ફાયરમેન છુટા કરતાં માત્ર ચાર ફાયરમેન બાકી રહ્યા છે તેમાં પણ કાયમી કર્મચારીઓ તો એક જ છે જ્યારે ત્રણ આઉટસોર્સ ના કર્મચારીઓ છે આ રીતે જુનાગઢ મહાનગરપાલિકાએ ફાયર વિભાગમાં નવી ભરતી કરવા માગ ઉઠી છે
