જૂનાગઢની અતિ કિંમતી એવી નરસિંહ મહેતા સરોવર અને ઝાંસીના પૂતળા નજીક આવેલી કરોડો રૂપિયાની જમીન કેટલાક બિલ્ડરોએ હવેલી પાસેથી ખરીદી કરી છે બિલ્ડર દ્વારા જમીનની માપણી ચાલતી હતી અને તેની હદ નરસિંહ મહેતા સરોવરના અંદરના ભાગમાં આવતી હોવાનું દર્શાવી ત્યાં હદના પોલ નાખવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી હતી આ અંગેની જાણ થતા મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી ખુદ મેયર ગીતાબેન પરમાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા ટીપીઓ બી.એસ. ગામિત કાર્યપાલ ઈજનેર અલ્પેશ ચાવડા અને અન્ય સંબંધિત અધિકારીઓએ ઘટના સ્થળે તુરંત દોડી જઈને પેશ કદમીની હિલચાલ અટકાવી દીધી હતી નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનના કામની ડિઝાઇન મુજબ સરોવરની ફરતી બાજુ 20 મીટર પહોળાઈનો માટીનો પાળો કરવામાં આવી રહ્યો છે નર્મદેશ્વર સોસાયટી તરફ વોકળાના કાંઠા પર નરસિંહ મહેતા સરોવર અને હવેલીની જમીનની હદ આવે છે બિલ્ડર દ્વારા હવેલી પાસેથી ખરીદી કરેલી કરોડો રૂપિયાની કિંમતી જમીનની આજે માપણી ચાલતી હતી માપણી દરમિયાન જમીન ખરીદ કરનાર બિલ્ડર દ્વારા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનના પાળા પોતાની હદમાં આવતો હોય જેથી હદ નિશાન મારવા માટે પોલ તળાવના બ્યુટીફિકેશનના કામના પાળા પર મૂકી દીધા હતા

