સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મોલડીથી બોરીયાનેસ વચ્ચે હોટલ પાછળથી બાયોડીઝલનો જથ્થો મામલતદારે ઝડપી પાડી રૂ. 14.36 લાખનો મુદ્દામાલ ઝબ્બે કરવામાં આવ્યો હતો. જેમાં બાયોડીઝલના દરોડા દરમ્યાન 12 હજાર લિટર બાયોડીઝલ તેમજ એક ટેન્કર સહિત 14,36,000 મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
….પાછલા ઘણા સમયથી ગુજરાતમાં સરકાર દ્વારા બાયોડીઝલના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં હાઈવે ઉપર બાયોડીઝલના વેંચાણનું ફરીવાર ભુત ધુણ્યુ હોવાની બમરાણ ઉઠી છે. ત્યારે ચોટીલા મામલતદાર સહિત ટીમને હોટલ પાછળ બાયોડીઝલ વેંચાણ થતું હોવાની બાતમી મળી હોવાથી બાતમીના આધારે દરોડો અચાનક પાડ્યો હતો. બાયોડીઝલના દરોડા દરમ્યાન 12 હજાર લિટર બાયોડીઝલ તેમજ એક ટેન્કર સહિત 14,36,000નો મુદ્દામાલ કબ્જે કરીને રાજકોટ જિલ્લાના દિગ્વિજયસિંહનું આરોપી તરીકે નામ ખુલવા પામ્યું છે. તેમજ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે ઉપરાંત દરોડાની જાણ થતા અન્ય જગ્યાએ ગેરકાયદેસર બાયોડીઝલના વેચનારા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે હાઇવે પર મોટાપાયે બાયોડીઝલની હેરાફેરી અને વેચાણ થાય છે તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી