ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી શાળાંત પરીક્ષા ના પ્રશ્નપત્રો નું મધ્યસ્થ મૂલ્યાંકન ચાલી રહ્યું છે.
ગાંધીનગર જિલ્લા ના મગોડી ખાતે ગણિત (બેઝિક) વિષય ની ઉત્તરવહી ચકાસણી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન પી. આર. ઠક્કર વિદ્યા વિહાર – મગોડી ખાતે સેવારત સારસ્વત મિત્રો પૈકી વય નિવૃત્ત થતાં ચાર શિક્ષકો ના વિદાય શુભેચ્છા સમારોહ નું આયોજન આજ રોજ કરવા માં આવ્યું હતું. શ્રીફળ -સાકર – શાલ- સ્મૃતિ ચિહ્ન દ્વારા અભિવાદિત થયેલ સદર ગણિત શિક્ષક મિત્રો સર્વેશ્રી વિનોદ કુમાર આર. પટેલ (લાકરોડા હાઈસ્કૂલ), શરદ ભાઈ પટેલ (જય પ્રકાશ હાઈસ્કૂલ -ગાંધીનગર), મહેન્દ્ર ભાઈ ગોહેલ (મણીપ્રભુ હાઈસ્કૂલ -ચાંદખેડા) અને પ્રવિણ ભાઈ એમ. પટેલ (શ્રીમતી આર. સી. પટેલ હાઈસ્કૂલ – ગાંધીનગર ) એ પોતાના અભિપ્રાયો આપ્યા હતા. નિવૃત્તિ લઈ રહેલાં સારસ્વતશ્રીઓ દ્વારા રાહેલબા વૃદ્ધાશ્રમ-મગોડી ના વયોવૃદ્ધ વડીલો ને પ્રિતી ભોજન પણ અર્પણ કરવા માં આવ્યું હતું એમ એક અખબારી યાદી માં મગોડી હાઈસ્કૂલ ના આચાર્યશ્રી મનુ ભાઈ પ્રજાપતિ જણાવે છે.