આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડીયાને સંબોધતાં કોગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા જણાવ્યું હતું કે સમગ્ર દેશ ના ૬૬૩૨ K.M ના દરિયાઈ કાંઠામાં થી ૬૦ ટકા થી વધુ દરિયાઈ કિનારો, પર્યાવરણ ની દૃષ્ટિ એ ખતરામાં છે. સમગ્ર દેશ માં ૩૩.૬% દરિયાઈ કાંઠો ધોવાણ (Erosion) હેઠળ છે અને ૨૬.૯% દરિયાઈ કાંઠા માં કાંપ,કીચડ કચરા નો ભરાવો (accretion) ના લીધે નુકશાન થઇ રહ્યુ છે. રાજ્યસભા ના ૬ એપ્રિલ ૨૦૨૩ ના એક જવાબ માં ચોકાનારો ખુલાસો થયો છે.
ગુજરાત રાજ્ય ના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામ શેષ થવા ની દિશા માં છે. બ્લુ ફ્લેગ બીચ ના નામે અલગ અલગ માધ્યમોથી શિવરાજપુર બીચની જાહેરાતો થાય છે તે બીચનો દરિયા કાંઠો ખતરામાં છે. શિવરાજપુર બીચનો ૩૨૬૯૨.૭૪ sq.mનો વિસ્તાર ધોવાણ હેઠળ છે અને ૨૩૯૬.૭૭ sq. m નો વિસ્તાર માં કાંપ કીચડ દરિયાઈ કચરાનો ભરાવો થઈ રહ્યો છે. ઉભરાટ બીચ માં ૧૧૦૮૯૫.૩૨ Sq.mમાં કાંપ કીચડ (accretion) નો ભરાવો છે. તિથલ અને સુવવલી માં ૬૯૯૧૦.૫૬ sq.m અને ૬,૮૮,૭૮૩.૧૭ Sq.m દરિયાઈ કિનારો ધોવાણ હેઠળ છે. દાભરી અને દાંડી માં ૧૬,૪૦૧,૪૯.૫૨ sq.m અને ૬૯,૪૩૪.૨૬ Sq.m કાંઠો ધોવાણ હેઠળ છે. માંડવી નો ૨૦,૪૭૧.૪૪ sq.m નો દરિયા કાંઠા માં એક્રીશન હેઠળ એટલે કચરા કાંપ ના ભરાવા હેઠળ છે.
કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પ્રમાણે સમગ્ર દેશ માં સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્ય નો કાંઠો ખતરા માં છે. ગુજરાત રાજ્ય ના ૧૯૪૫.૬ કિલોમીટર ના દરિયાઈ કાંઠા માં થી ૫૩૭.૫ કિલોમીટર ના દરિયાઈ કાંઠા નું ધોવાણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ (erosion) અને કાંપ કીચડ કચરા નો ભરાવો (accretion) ના નિવારણ માટે ની ત્રણ સાઈટ કેરળ, પુદુચેરી અને તમિલનાડુ માં નક્કી કરવા આવી, છતાં દેશ નો સૌથી મોટો દરિયા કાંઠો ધરાવતો અને સૌથી વધુ ધોવાણ ધરાવતા રાજ્ય માં એક પણ સાઈટ સેન્ટ્રલ સેક્ટર પ્લાન સ્કીમ હેઠળ પસંદ કરવા માં આવી નથી. જે દરિયાઈ કાંઠો ખતરા માં છે તેવા ગુજરાત રાજ્ય જ્યાં દેશ માં સૌથી વધુ ધોવાણ છે ત્યાંની એક પણ સાઈટ કે વિસ્તાર પસંદ કરવા આવી નથી. સમગ્ર રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાત અને કેન્દ્ર સરકાર દરિયાઈ કાંઠા ના પર્યાવરણ ને બચાવવા નિષ્ફળ અને ઉદાસીન છે. દરીયાઈકાંઠાના પર્યાવરણથી માત્ર દરીયાઈ પર્યાવરણ અને જીવોને જ નુકસાન નહી થાય કાંઠાના વિસ્તારમાં રહેતા લોકો ખાસ કરીને માછીમારી કરનારા માછીમારોના જનજીવન ઉપર અને કાંઠા વિસ્તારના લોકોના જનજીવન ઉપર મોટી અસર ઉભી કરશે. સમુદ્રી પાણીનું સ્તર વધશે અને ક્લાઈમેન્ટ ચેન્જના જમાનામાં પર્યાવરણથી જનજીવન પ્રભાવીત થશે.
રાજ્યના દરીયાઈ કાંઠા ધોવાણ (Erosion) કીલોમીટરમાં
ગુજરાત 537.5
તમીલનાડુ 422.94
વેસ્ટ બંગાલ 323.07
આંધ્રપ્રદેશ 294.89
કેરલા 275.33
ગુજરાતના ગાયબ થતા બીચ
બીચનું નામ ધોવાણ (Erosion) sq.m કાપ – કીચડ – કચરાનો ભરાવો (Accretion) Sq.m
ઉભરાટ બીચ – 110895.32
તીથલ બીચ 69910.56 –
સુવલ્લી બીચ 688783.17 –
માંડવી બીચ – 20471.44
દાંડી બીચ 69434.26 –
ડાભરી બીચ 1640149.52 –
શીવરાજપુર બીચ 32692.74 2396.77
દીવ બીચ (U.T.) – 2336.42
ઘોઘલા બીચ (U.T.) 13614.04 3430.41