કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને ઝડપ્યો
પોરબંદર એસ.ઓ.જીએ ૧,૧૮,૪૯૩ નો મુદામાલ કબજે કર્યો
પોરબંદર જીલ્લામા માનવ જીંદગી જોખમાય તે રીતે કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢવા પોલીસ કડક વલણ દાખવ્યું છે, ત્યારે ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.બી.ધાંધલ્યા અને ઈન્ચાર્જ પો.ઇન્સ એસ.ઓ.જી. ટીમના માણસો સાથે પેટ્રોલીગમા હતા. તે દરમ્યાન પો.હેડ.કોન્સ રવિન્દ્રભાઈ ચાઉ તથા પો.હેડ.કોન્સ. મોહીતભાઈ ગોરાણીયા ને બાતમી મળી કે ખાગેશ્રી ગામ મેઇન બજારમા રહેતા નારણભાઇ સાજણભાઇ ડેરને કોઇપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી દવાઓ આપે છે, જેથી તેના કબ્જામાંથી અલગ-અલગ જાતની કેપ્સ્યૂલ તથા ઇંજેકશનો વગેરે દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ કીંમત રૂપીયા- ૧,૧૮,૪૯૩ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર જીલ્લામા માનવ જીંદગી જોખમાય તે રીતે કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢવા પોલીસ કડક વલણ દાખવ્યું છે, ત્યારે ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.બી.ધાંધલ્યા અને ઈન્ચાર્જ પો.ઇન્સ એસ.ઓ.જી. ટીમના માણસો સાથે પેટ્રોલીગમા હતા.