જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એકાદ અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો હોય કે રીતે ખેતી પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે આજે પણ જિલ્લાના મેંદરડા સાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો દરમિયાન ભારે પવનથી મેંદરડા થી સાસણ વચ્ચેના મુખ્ય માર્ગ પર એક તોતિંગ વૃક્ષ તૂટી પડતા રસ્તો બ્લોક થયો હતો. વૃક્ષ રોડ વચ્ચે જ ધરાશાયી થતા બંને બાજુ ટ્રાફિક જામ થયો હતો વૃક્ષને હટાવવા માટે તંત્ર તો જ્યારે પહોંચે ત્યારે પરંતુ આ વિસ્તારના લોકોએ જ સ્થળ પર પહોંચી તોતિંગ વૃક્ષને કાપીને રસ્તો ક્લિયર કરાવવા માટે કામે લાગ્યા હતા અને વૃક્ષને હટાવીને રસ્તો પૂર્વવ્રત કર્યો હતો સદનસીબે વૃક્ષ ધરાશાય થયું હતું ત્યારે લોકોને અવર-જવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી આમ ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડતા અને ભારે પવનથી મેંદરડા સાસણ રોડ પર વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકજામ થયો હતો પરંતુ સદનસીબે વૃક્ષ ધરાશાયી થયું ત્યારે લોકોની અવર જવર ન હોવાથી લોકોને કોઈ જાનહાનિ થઈ ન હતી

