ટીબીના કેસોમાં સામાન્ય રીતે 85 ટકા ફેફસા 15% જન્મજાત ટીબી અને નખ વાળ સિવાય શરીરના કોઈપણ ભાગો પર ટીબીના લક્ષણો જોવા મળે છે જુનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના રોગને લઈ 40 પીએચસી, 10 સીએચસી મળી 50 આરોગ્ય કેન્દ્રમાં 320 થી વધુ આરોગ્ય કર્મીઓ દ્વારા ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ કેન્દ્રમાં ટીબીની સારવાર પણ આપવામાં આવી રહી છે આ ઉપરાંત આશા વર્કર બહેનો દ્વારા ડોટ પદ્ધતિ દ્વારા દર્દીના ઘરે જ દવા ગળાવવામાં આવે છે દર મહિને ટીબી પ્રિવેન્સન કેમ્પેઈન અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે વિશેષ સારવાર આપવામાં આવે છે ટીબીના દર્દીઓને મદદરૂપ થઈ શકાય તે માટે જૂનાગઢ જિલ્લામાં દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સામાજિક સંસ્થાઓ હોદ્દેદારો અને આરોગ્ય કર્મીઓ મળી 160 ની ક્ષય મિત્રો દ્વારા ટીમના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે દર માસે પોષણક્ષમ આરોગ્ય કીટ આપવામાં આવે છે

