અરવલ્લી જિલ્લા માં વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી માન.જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ માં તાલુકા આરોગ્ય કચેરી મોડાસા ખાતે રેલી યોજી કરવામાં આવી.વર્ષ 2023 માં ભારત સરકાર દ્વારા આપેલ થીમ મુજબ yes we can end tb અંતર્ગત 2025 માં ટીબી નાબૂદ કરવા માટે આહવાન કરવામાં આવ્યું . માન વડાપ્રધાન શ્રી દ્વારા પણ ટીબી નાબૂદ કરવા માટે તમામ નાગરિકો ને આ અભિયાન માં જોડાવા અપીલ કરવામાં આવી છે .
અરવલ્લી જિલ્લા ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબસેન્ટર કક્ષા એ ટીબી અંગે જાગૃતતા ફેલાય તે માટે રંગોળી , શાળા ઓ માં વક્તૃત્વ સ્પર્ધાઓ , નાટક , જન આરોગ્ય સમિતિ ની મિટિંગો યોજી અલગ અલગ પ્રવુતિઓ કરવામાં આવી.ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ખાતે પણ આજ રોજ વિશ્વ ક્ષય દિન નિમિતે ટીબી અંતગૅત એક્ઝિબિશન ,વક્તુત્વ સ્પર્ધા અને નાટક સ્પર્ધા દ્વારા ટીબી અંગે જાગૃતતા લાવવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારીશ્રી , RCHO સાહેબ શ્રી , અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તાલુકા હેલ્થ ઓફિસર મોડાસા , તેમજ તમામ આરોગ્ય સ્ટાફ આ રેલી માં ઉપસ્થિત રહ્યા હતા