પોરબંદર છાંયાની અગ્રણી શાળા અક્ષર વિદ્યામંદિરમાં કેજી થી ધો.૮ સુધીના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પાયો મજબૂત બને તે પ્રકાર નું ગુણવતાસભર શિક્ષણ આપવામાં આવે છે હાલના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થી સક્ષમ બને તથા ફક્ત ગોખણીયુ જ્ઞાન નહિ પરંતુ સમજણ શક્તિનો વિકાસ થાય તેવો પદ્ધતિસરનો અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીના સર્વાગી વિકાસ માટે શિક્ષણ સાથે ઈતર પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે જે અન્વયે અક્ષર વિદ્યામંદિર નો રંગ બેરંગી સંગીતમય વાર્ષિક સમારોહ ‘રંગ-તરંગ ૨૦૨૩‘ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ મન મોહક કૃતિઓ રજૂ કરી હતી જેમાં વેશભુષા, નૃત્ય, કેજીના ભૂલકાઓનો ફેશન શો વિગેરે યોજાયા હતા જ્યારે ધો. ૫ ના વિદ્યાર્થીઓએ નાટક કમ નૃત્યના માધ્યમથી સોશ્યલ મીડિયાના સગીર માનસ પર થતા ગેરફાયદાનું સચોટ નિરૂપણ કર્યું હતું તેના વિશે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ વધાવ્યો હતો ધો. ૧, ૨ ના વિદ્યાર્થીઓએ અલગ અલગ પાત્રો બની સુંદર વેશભુષા કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, રાણી લક્ષ્મીબાઈ, કલેકટર, આંખ, વૃક્ષ સહિતના પાત્રો યાદગાર રહ્યા હતા આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓનો કોઈ ને કોઈ કૃતિમાં સમાવેશ કરી તમામને અસંખ્ય લોકો સામે મંચ ઉપર જવાનો મોકો આપવામાં આવ્યો હતો
રંગ તરંગ ૨૦૨૩ માટે મેનેજીંગ ટ્રસ્ટી મોહનભાઈ મોઢવાડીયા, આચાર્ય અંજનાબેન ડોડીયા, આશિષભાઈ વાઘ, મીરાબેન ઓડેદરા, કાજલબેન બાપોદરા, હર્ષાબેન, કોમલબેન દેવરૂખકર, અવનીબેન ચૌહાણ, સોનલબેન રાણાવાયા, મંજુલાબેન, તર્જીનીબેન વોરા, ખ્યાતિબેન ભુવા, અલ્પાબેન, મમતાબેન પરમાર સહિતના સ્ટાફએ ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું

