ગાંધીનગર— કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં લોકો કેવી કેવી તરકીબ કરીને પોલીસને ઉલ્લુ બનાવતાં હોય છે તેનું સીધું એક ઉદાહરણ સામે આવ્યું છે. ગુજરાત બહાર ફરવા ગયેલા લોકો કેવી રીતે શહેરમાં પ્રવેશી જાય છે તેનું આ ઉદાહરણ છે. બિચારી પોલીસ પણ કંઇ કરી શકતી નથી અને શહેરના લોકોની પરેશાની વધી જાય છે.
લોકડાઉનનો મતલબ લોકો સમજતા નથી તેથી પોલીસને વધારે કડક બનવું પડે છે ત્યારે લોકોને તે અત્યાચાર લાગે છે. પોતાના પરિવારજનોથી દૂર દિન-રાત ડ્યુટી બજાવતાં પોલીસ કર્મચારીઓ લોકોના ગુસ્સાનો ભોગ બનીને પણ સેવા આપી રહ્યાં છે.
ગાંધીનગરથી ગોવા ફરવા ગયેલો એક યુવાન લિફ્ટ માગી માગીને ગાંધીનગર પાછો આવ્યો હતો. આ યુવાને હોમ ક્વોરેન્ટાઇનની તસદી ન લેતાં તેના પરિવારના સભ્યો પણ ક્વોરેન્ટાઇનમાં ન હતા. આજે ગાંધીનગરમાં પોઝિટીવ કેસોની સંખ્યા 13 થઇ છે તેનું કારણ બે યુવાનો છે. હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ થતાં કેસોની સંખ્યા વધી છે. આ યુવાનને જાતે ક્વોરેન્ટાઇન થવાની જરૂર હતી.
લોકડાઉનમાં પરિવહનની તમામ સેવાઓ બધં છે તેવા સંજોગો વચ્ચે ડોર–ટૂ–ડોર સર્વેની કામગીરી ગાંધીનગર મહાનગરપાલિકા દ્રારા શરૂ કરવામાં આવી હતી. આ યુવક લિફટ માંગી માંગીને ગોવાથી ગાંધીનગર પહોંચી ગયો છે. પાંચ દિવસથી આવ્યો હોવા છતાં ગાંધીનગરમાં તે ફરી રહ્યો હતો. પાડોશીઓએ જાણ કરતાં કોર્પોરેશનને તેની સામે પગલાં ભર્યા છે.
ગોવાથી ગુજરાત આવવા માટે ત્રણ રાજ્યોની સરહદ આવે છે. કેટલાક જિલ્લા આવે છે. પરિવહનની સુવિધા નહીં હોવાથી આ યુવક લિફ્ટ માગીને ગાંધીનગર તો પહોંચી ગયો પરંતુ ક્વોરેન્ટાઇન થયો ન હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પાડોશીઓ મારફતે જાણ થતાં આજે આ યુવકનો આખો પરિવાર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.