રાજ્યમાં પીવાના પાણીનો પ્રશ્ન સળગતો બની રહ્યો છે. કેટલાય ગામો પાણી વર ટળવળી રહ્યા છે. એવામાં આજે પાણીના સંકટ મુદ્દે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાશે. રાજયમાં પીવાના પાણીના સંકટને પહોંચી વળવા આજે પાટનગર ગાંધીનગરમાં સરકારી બેઠક યોજાશે.
અમદાવાદને શેઢી કેનાલમાંથી મળતું 200 એમએલડી પાણી ચાલુ રાખવા માટે કેનાલ રીપેરીંગ રોકવા માટે પણ આ બેઠકમાં રજૂઆત કરવામાં આવશે. આ બેઠકમાં સચિવ કક્ષાના અધિકારીઓ અને નર્મદા નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં નર્મદાના પાણીની સપાટી તેમજ અમદાવાદ શેઢી કેનાલનું રિપેરિંગ રોકવા સહિત પાણીના વિવિધ સ્ત્રોત મુદ્દે ચર્ચા થશે. જો કે પાણી કાપને પહોંચી વળવા શહેરમાં નવા 30થી વધુ બોર બનાવવાનું પણ મ્યુનિસિપલ તંત્રે શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૫ માર્ચથી ખેડૂતોને સિંચાઇ માટે અપાતું પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતો આજથી જળ આંદોલન કરવા જઈ રહ્યા છે.