ગુજરાતમાં ચૂંટણીના કારણે અચરસંહિતા લાગુ પડી ગઈ છે. જેના કારણે મંત્રીઓથી માંડી મોટાભાગના રાજકારણીઓએ સ્વર્ણિમ સંકુલમાં આવવાનું લગભગ બંધ કરી દીધું છે. સચિવાલયના ગેટ પાસેના સંત્રીઓ પણ હવે હળવાશના મૂડમાં છે. ત્યારે કોઈ પ્રવેશ પત્રો કે આઇડેન્ટી કાર્ડ ચેક કરવામાં આવતા નથી. તેથી કદાચ ઢીલી પોચી સિક્યોરિટીને ક્રોસ કરીને સ્વર્ણિમ સંકુલ સુધી નીલગાય પહોંચી ગઈ છે. અને ભારે ચતુરતા પૂર્વક સંકુલના ગેટ તરફ નજર દોડાવી રહી છે
કારણકે નીલગાયના પૂર્વજોની માલિકી ઉપર કબ્જો કરનારાઓને અત્યારે ત્યાંથી હાંકી કાઢયાંનો ગર્વ પણ તે અનુભવી રહી હોય