પાટણ આત્મવિલોપનના પ્રયાસની ઘટના અંગે CM વિજય રૂપાણીનું નિવેદન. જવાબદારો સામે પગલાં લેવાશે, સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, પાટણની ઘટના દુઃખદ, રાજ્ય સરકાર ભાનુભાઇની સારવારનો ખર્ચ ઉઠાવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણ કલેક્ટર કચેરીમા એક દલિત વ્યકિતના આત્મવિલોપનના પ્રયાસને દુઃખદ ગણાવી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ વ્યક્તિની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર આપશે. અને હાલ એપોલો હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે ત્યાં સારામાં સારી સારવાર મળે તે જોશે.
તેમણે આ અત્યન્ત સંવેદનશીલ ઘટનાની સત્ય હકીકત મેળવવા તપાસ માટે રાજ્યના મુખ્ય સચિવને જવાબદારી સોંપવામાં આવી છે તેમ પણ કહ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર સમક્ષ સાચી હકીકત અને વિગતો આવ્યા બાદ જવાબદારોની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.