9 માસના બાળક શિવાંશ માટે 100 પોલીસ અને 14 પોલીસ ટીમ ચારેવ દિશાઓમાં તપાસ કરવામાં લાગી ગઈ, અને સંબંધિત CCTV સર્ચ કરવામાં આવ્યા, 45 ગામોમાં પૂછપરછ કરવામાં આવ્યું સમગ્ર દેશમાં પોલીસ કંટ્રોલ મેસેજ પણ આપવામાં આવ્યો, અંતે 20 કલાકમાં પિતાને કોટામાંથી શોધી કાઢ્યાં. અંતે શિવાંશની માતા હિનાનું નિર્દયતાથી ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આ આરોપી સચિનને દબોચી આગળની તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે આ કેસમાં પોલીસને મોટા ગુનાહ ની આશંકા થઇ ગઈ હતી ત્યારબાદ ગુજરાત રાજ્યની તમામ પોલીસ અને મીડિયા એ મળી આ બાળક માટે એક ખાસ મુહિમ ચલાવી હતી, જેમાં ઘણા બધા મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે અને હાલ પોલીસે માતા હિનાનો મૃતદેહ રિકવર કર્યું છે ,અને આગળ તપાસમાં બીજા ખુલાસાઓ થશે
આ આખા પ્રકરણમાં નજર કરીયે તો એક વ્યક્તિ જે ગાંધીનગરમાં આવેલી એક ગૌ શાળા પાસે તરછોડી ગયા જેની જાણ ત્યાંના પોલીસ ને થઇ અને ત્યારબાદ આ બાળકની તાપસમાં પોલીસ લાગી ગઈ અને તરછોડાયેલા માસૂમને યશોદા બની મહિલા કોર્પોરેટર સિવિલ હોસ્પિટલમાં સાર-સંભાળ રાખવા માટે બાળક સાથે આખી રાત ત્યાંજ રહ્યાં, અને એમને કહ્યું હતું કે- બાળકના વાલી નહીં મળે ત્યાં સુધી ધ્યાન રાખીશ. આપને જણાવી દઈએ કે વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન પટેલ યશોદા માની જેમ બાળકની સારસંભાળ રાખી.
ગૃહમંત્રીએ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રાજ્યના પોલીસવડાઓને પોતાના જિલ્લામાં બાળક ગુમ થયા અંગેની કોઈ જાણકારી હોય તો તેની તપાસના આદેશો આપી દેવાયા છે. બીજી તરફ, ગાંધીનગર પોલીસ દ્વારા શહેરના સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવામાં આવી, તેમજ અત્રેના વિસ્તારમાં મોબાઇલ ટાવરના ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે, જેમાં ડમ્પ ડેટા એટલે કે બાળક ત્યજી દેવાના સમયથી તેની આગળ-પાછળના કલાકોમાં કેટલા મોબાઇલ એક્ટિવ હતા, કયા સર્વિસ પ્રોવાઈડરનાં સિમ કાર્યરત હતાં અને નેટ સર્ફિંગ ક્યાં ક્યાં મોબાઇલમાં ચાલુ હતું. ઉપરાંત આ એક્ટિવ મોબાઈલના આઉટગોઈગ અને ઇનકમિંગ ઈન કોલનો પણ ડેટા મેળવવામાં આવ્યા.
હાલ માતા હિનાનો મૃતદેહ પોલીસને મળી આવ્યો છે. સચિને ગળું દબાવી હત્યા કરવાની વાત સ્વીકારી લીધી છે સાથે રહેવા માટે ઝગડાઓ થતા હતા જેના કારણે હત્યા કરી છે જોકે બીજા તથ્યો પર તપાસ કરી રહી છે.