ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની જીતને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ-ભાજપ બંને જીતના દાવા કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની રાજનીતિ પણ ગરમાઈ રહી છે. ત્યારે BTPના MLA મહેશ વસાવાને લઈને થોડી રાજનૈતિક હલચલ દેખાઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ ગાંધીનગરમાં રાજકીય સળવળાટ વચ્ચે આજે BTPના MLA મહેશ વસાવા પ્રશ્નોત્તરી છોડી ગૃહમાંથી બહાર નીકળી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મહેશ વસાવા જ્યારે ગૃહમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના પાછળ કોંગ્રેસના નેતાઓ પણ પાછળ રવાના થયા હતા. હાલ અંદરોઅંદર જોગાનુજોગ કે સૂચક તેવી વિધાનસભામાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.
ત્યારે આજે વિધાનસભા ગૃહમાંથી BTPના ધારાસભ્ય મહેશ વસાવા પ્રશ્નોત્તરીમાંથી વિધાનસભા છોડીને બહાર નીકળ્યા ખળભળાટ મચી ગયો હતો. વિધાનસભામાંથી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા રવાના થતાંની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર પણ વિધાનસભાથી રવાના થયા હતા. જોગાનુજોગ કે સૂચક તેવી વિધાનસભામાં રાજકીય ચર્ચા થઈ શરૂ થઈ છે. ત્યારે હવે જોવાનું એ છે કે BTPના MLA મહેશ વસાવા નવો શું બોમ્બ ફોડે છે.