ગાંધીનગર પેન્શન મેળવતા કે કુટુંબ પેન્શનરના કેસમાં નિવૃત્તિ કે અવસાન સમયે કર્મચારીના પગારધોરણ અનુરૂપ પેન્શન આપવાનો ઠરાવ રાજ્ય સરકારે કર્યો. નિવૃત્તિ કર્મચારી કે અવસાન પામેલ કર્મચારીના કિસ્સામાં જે-તે સમયે અમલી પગારધોરણને સુધારેલા પગારધોરણમાં ગણી પેન્શન આપવામાં આવશે. પેન્શનરોને લઘુત્તમ પગારના 50 ટકા થી ઓછું નહીં અને કુટુંબ પેન્શન 30 ટકાથી ઓછું નહીં ઠરાવવામાં આવ્યું. કર્મચારીને મળેલા ઉચ્ચતર પગારધોરણ, ગ્રેડ તેમજ સિનીયોરીટના ગ્રેડને ધ્યાને લેવાશે.
સ્વૈચ્છીક નિવૃત્તિના કિસ્સામાં 1 જાન્યુઆરી 2006 થી 12 એપ્રિલ 2009 સુધીમાં વી.આર.એસ. લેનાર કર્મચારીએ ઈજાફા લીધા હોય કે ન લીધા હોય, નોકરીના સપ્રમાણ પેન્શન મેળવેલું હોય તેમને પણ પેન્શન સપ્રમાણ લાગુ કરાશે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધી નિવૃત્તિ સમયના પગારધોરણને ધ્યાને લેવાતું હતું. જેની સામે પેન્શનરો દ્વારા ઘણી રજુઆતો કરાઈ હતી. જે અંગે કોર્ટમાં પીટીશન કરાતા પેન્શનરોની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. જેને અનુરૂપ રાજ્ય સરકારે ઠરાવ પસાર કર્યો છે.
ઠરાવનો અમલ 1 માર્ચ થી કરાશે. જે માટે રાજ્યપાલે હુકમ કર્યો છે.