” મહેંદી પહેલા પતિથી છુટી પડી, બીજા પતિએ મારી નાખી”
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા રાજસ્થાનના કોટામાંથી શિવાંશના પિતા સચિન દીક્ષિતનની ધરપકડ કર્યા બાદ શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ પછી, પોલીસ આરોપી સચિનને વડોદરાના ખોડિયારનગરમાં દર્શનમ ઓએસિસ ફ્લેટ પર લઈ ગઈ, જ્યાં મહેંદીની લાશ બેગમાં ભરેલી મળી આવી હતી. આ ઘટના અંગેની માહિતી એવી છે કે 8 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિ શિવંશને ગૌશાળા પાસે મૂકીને ભાગી ગયો હતો.આ પછી પોલીસે સીસીટીવીના આધારે શોધ શરૂ કરી અને સચિનની ઓળખ થઈ હતી.
મહેંદીના પિતાની પોલીસને અરજ.
મારી મહેંદીની સાથે જે થયું એ ભગવાનની મરજી પણ હવે મને મારી દીકરીના અંતિમસંસ્કાર કરવા માટે મારી દીકરી સોપી દો તેવી મારી ઈચ્છા છે. આરોપી પ્રેમીના હાથે હત્યાનો ભોગ બનેલી મહેંદીના પિતા મહેબૂબભાઈએ જણાવ્યું છે. અમદાવાદમાં રહેતા મહેબૂબભાઈની પહેલી પત્નીનું અવસાન થયા બાદ મહેંદીની સારસંભાળ થોડા સમય માટે તેના પિતા મહેબુબભાઈએ કરી હતી. ત્યાર બાદ મહેંદીને તેની નાનીને ત્યાં જૂનાગઢ ખાતે લઈ જવાઈ હતી.
મહેંદીના પિતાને દિકરીની હત્યાના સમાચાર સાંભળીને તેમને ઉંડો આઘાત લાગ્યો છે. આ સંજોગોમાં તેમણે પોલીસ વિભાગને અરજ કરી છે કે, તેમની દીકરીના અંતિમસંસ્કાર તેમના હાથે થાય તે માટે તેની લાશ પોસ્ટમોર્ટમ થયા બાદ તેમને સોંપવામાં આવે તેવી અપીલ છે.
મહેંદીના લગ્ન અમદાવાદના જુહાપુરાના એક યુવાન વેપારી સાથે થયા હતા. જોકે સાડા ત્રણ વર્ષ પહેલા એક દિવસ તે ગુમ થઈ ગઈ હતી. તેના પતિ આદિલ પંજવાણીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પાછળથી તે મળી આવી હતી. ત્યારબાદ ખબર પડી કે મહેંદી તેના માસીના દીકરા સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે રહેવા ચાલી ગઈ હતી.આ ઘટના બાદ આદિલ પંજવાણીએ મહેંદીને છૂટાછેડા આપી દીધા હતા અને તે સચિન દીક્ષિત સાથે લિવ-ઈનમાં રહેતી હતી.આદિલ પંજવાણી મહેંદીના પહેલા પતિએ કહ્યું કે તેના મોત થી મને ખુબ દુઃખ થયું છે.
મહેંદીના કાકા મુન્નાભાઈ બાબુભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, “મહેંદીનુ ઉપનામ મહેંદી જ છે. તેના પિતા મહેબુભાઈએ તેની પત્ની આરતીને છૂટાછેડા આપ્યા બાદ મહેંદી મારી સાથે કેશોદમાં રહેતી હતી.” કેશોદમાં દસમા પછી અંગ્રેજી અભ્યાસક્રમના અભાવે તેના પિતા જૂનાગઢ અને પછી અમદાવાદમાં રહેતા હતા અને તે સમયે મહેંદી પણ અમદાવાદ જતી રહી હતી. મહેંદીએ અગાઉ તેની ખોજા સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા, જેમાં તેણે છૂટાછેડા લીધા હતા. પણ તે જિદ્દી હતી. આ ઘટના તે સમયથી લાગે છે જ્યારે મહેંદી તેની માસી સાથે રહેવા લાગી હતી.
શિવાંશ પર પહેલો હક તેના દાદાનો ગણાશે
લીવઇનમા રહેતી પ્રેમિકાથી જન્મેલો માસુમ ફૂલ જેવો બાળક એક જ ક્ષણમા માતા પિતા વિનાનો થઇ ગયો છે. હજુ તો તેને સમજ પણ નથી, પાપા પગલી ભરી શકતો નથી ત્યારે શહેરના કોર્પોરેટરે માતા જશોદાની ભુમિકા ભજવી હતી. પરંતુ બાળકના માતા પિતા કોણ તેના ઉપરથી પડદો ઉંચકાઇ જતા બાળક શિવાંશ નોંધારો બની ગયો છે. ત્યારે સિટી કાઉન્સિલરે માતા જશોદાની ભૂમિકા ભજવી હતી. તેને રવિવારે સાંજે ગાંધીનગર સિવિલથી ઓઢવ બાળ સુરક્ષા ગૃહમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે શિવાંશની માતાનું અવસાન થયું છે અને તેના પિતા પર હવે હત્યાનો આરોપ પણ છે. કાનૂની નિષ્ણાતોના મતે ડીએનએ રિપોર્ટ કરશે કે શિવાંશ ખરેખર સચિનનો પુત્ર છે કે નહીં. જો રિપોર્ટમાં આ સાચું છે, તો શિવાંશ પર પહેલો અધિકાર તેના દાદા નંદકિશોર એટલે કે સચિનના પિતાનો રહેશે. શિવાંશનું ભવિષ્ય તેના પર નિર્ભર રહેશે કે તે શિવાંશની જવાબદારી લેવા તૈયાર છે કે તેને દત્તક લેશે.તેના પર શિવાંશનું ભવિષ્ય નક્કી થશે.