ગુજરાત સરકારે આજે પ્રમોશનની યાદી જાહેર કરી છે. આ યાદીમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ખાસ નોંધનીય વાત એ છે કે ઈશરત જહાં એનકાઉન્ટર કેસના મુખ્ય આરોપી જીએસ સિંઘલને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે.
ગુજરાત સરકારે પ્રમોશનમાં જીએલ સિઘંલના રેન્કમાં ફેરફાર કર્યા છે. હાલ તેઓ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી)ની રેન્કમાં સામેલ હતા પણ હવે તેઓ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઇજીપી) રેન્કમાં આવી ગયા છે. ઈશરત જહાં એનકાઉન્ટરમાં ધરપકડ થયા બાદ સિંઘલને કોર્ટે જામીન આપ્યા હતા.
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસનાં મુખ્ય આરોપી તરીકે સિંઘલની 2013માં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતો. સીબીઆઈએ નિયત સમય મર્યાદામાં ચાર્જશીટ ફાઈલ નહીં કરતા તેમને ડિફોલ્ટ જામીન આપવામાં આવ્યા હતા. 2014માં સિઘલને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે બઢતી આપવામાં આવી હતી.
સિંઘલે ઇશરત કેસમાં સીબીઆઇને ખોટા પુરાવા આપ્યા હતા, જેમાં બે પેન ડ્રાઈવનો સમાવેશ હતો અને તેમાં 267 વૉઇસ રેકોર્ડીંગ્સ હતા. તે સમયના ગુજરાત તત્કાલીન ગૃહ રાજ્ય પ્રધાન અને હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મહિલા પર દેખરેખ રાખવાના રેકોર્ડીંગનો પણ સમાવેશ થાય છે. જેને રેકોર્ડીંગમાં સાહેબ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા.
હાલમાં વિપુલ અગ્રવાલ, અમદાવાદમાં વધારાના પોલીસના કમિશનર (એડમિનિસ્ટ્રેશન) તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને પણ આઇજીપીમાં પણ પ્રમોટ કરવામાં આવ્યા છે. અગ્રવાલ શોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં સામેલ હતા. મુંબઇની વિશેષ સીબીઆઈ અદાલતે ગયા મહિને તમામ આરોપીઓને દોષમૂક્ત જાહેર કર્યા હતા.
પ્રમોટ કરાયેલા અન્ય અધિકારીઓમાં અમદાવાદ(ટ્રાફીક)ના વધારાના પોલીસ કમિશનર જે આર મોથાલીયાનો સમાવેશ થાય છે. મોથાલીયાએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 2002ના ગોધરા રમખાણોની તપાસ કરી હતી. અન્ય અધિકારીઓમાં ગાંધીનગરના રેન્જ આઈજી એમ.એ. ચાવડા, અને ડી એન પટેલ, સુરત સેક્ટર-2ના વધારાના પોલીસ કમિશનર ડીએન પટેલને પણ આઈજીની રેન્કમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.
જ્યારે સુરતના પોલીસ કમિશનર અને 1986 બેન્ચના આઈપીએસ અધિકારી સતીશ શર્માને પ્રમોશન આપવામાં આવ્યું છે. હાલ તેઓ ADGP(એડીશનલ જનરલ ઓફ પોલીસ) તરીકે કાર્યરત હતા પણ હવેથી તેઓ ડીજીપી તરીકે કાર્યરત રહેશે. સુરતના પોલીસ કમિશનરની કેડરને પણ ADGPમાંથી DGP માં કન્વર્ટ કરવામાં આવી છે. સતીશ શર્માને પ્રમોશન આપી સુરતના કમિશનર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.
આ રહી IAS અધિકારીઓની પ્રમોશનની યાદી….